મુસાફરી દરમિયાન રૂ.1.4 લાખની રોકડ રકમ ભરેલ બેગ ગુમ થતા કલાકમાં બેગ શોધી પરત અપાવી

પાટણ
પાટણ

ચાણસ્મા બસ સ્ટેશન ખાતે મુસાફરી દરમિયાન રૂ.1.4 લાખની રોકડ રકમ ભરેલ બેગ ગુમ થતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મુસાફરને રોકડ રકમ સાથે ગણતરીના કલાકમાં બેગ શોધી પરત અપાવી હતી. પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ચરિતાર્થ કરતાં મુસાફરે ચાણસ્મા પોલીસની કામગીરીને સરાહનીય લેખાવી આભારની લાગણી વ્યકત કરી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ ઠાકોર રીકીભાઇ પ્રતાપજી રહે.ડીસા નવાવાસ તા.ડીસા જી.બનાસકાંઠા નાઓ તા.10 માર્ચના રોજ વિરમગામથી ડીસા જતા ચાણસ્મા બસ સ્ટેશન ખાતે આવતા બસમાંથી એક લાખ ચાર હજાર રૂપીયા સાથે ભરેલી તેઓની બેગ ગુમ થતાં તેઓએ આ બાબતે તાત્કાલિક ચાણસ્મા પોલીસ સ્ટેશનની મદદ મેળવતા ચાણસ્મા પોલીસના માણસોએ બેગ ગુમ બાબતે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી.

વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમજ હ્યુમનસોર્સીશ મારફતે તપાસ કરી ગુમ થયેલ બેગ તથા એક લાખ ચાર હજાર રૂપીયા ગણતરીના કલાકોમાં શોધી કાઢી મુસાફરને પરત સોંપી પ્રસંશીનીય કામગીરી કરી પોલીસ પ્રજા નો મિત્ર હોવાનું ચરિતાર્થ કરતાં મુસાફરે ચાણસ્મા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.