મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરની વિવિધ શાળાઓમાં સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું

પાટણ
પાટણ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃતિઓના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરની વિવિધ શાળાઓમાં સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતુ. કેમ્પેઇન દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ.

સિધ્ધપુર તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજો દ્વારા સિગ્નેચર કેમ્પિંગ અભિયાન ચલાવી મતદાન અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સિદ્ધપુરમાં જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પાટણના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃતિઓ દ્વારા આયોજીત આ કેમ્પેઇનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહભાગી થયા હતા. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મતદાન અંગેના શપશ પણ લેવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.