પાટણ : હોટલમાં જમ્યા બાદ ૧૧ લોકોને ફૂડ પોઈઝનિંગ, ૩ ગંભીર
ગઇકાલે રાત્રે હોટલમાં ભોજન બાદ ફૂડપોઇઝનિંગની અસરથી ચકચાર મચી ગઇ છે
સમી તાલુકાના ગામે હાઇવે ઉપર આવેલી હોટલમાં રાત્રે જમ્યા બાદ ૧૧ લોકોને ખોરાકીઝેરની અસર થઇ છે. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણ લોકોની હાલત હજીપણ નાજુક હોવાનું સામે આવ્યુ છે.
પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આવેલી ખોડિયાર હોટલમાં રાત્રે ભોજન બાદમાં ૧૧ લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. હોટલમાં ફીક્સ થાળીનું ભોજન આરોગી રહ્યા હતા. આ દરમ્યાન ૧૧ લોકોની તબિયત લથડી હતી. તો એક યુવકને લોહીની ઉલટીઓ થતાં તમામને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સમી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ખોરાકી ઝેરની અસરને કારણે ત્રણ વ્યક્તિઓની હાલત હાલ અત્યંત નાજુક છે.