પાટણમાં પશુઓને સેકસ્ડ સીમેન ડોઝ વિનામૂલ્યે અપાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં કૃત્રિમ બીજદાનથી પશુપાલકોના ત્યાં પાડી કે વાછરડી જેવા માદા પશુઓ જ જન્મ તે માટે ટેકનોલોજીથી તૈયાર કરાયેલ સેકસ્ડ સીમેન ડોઝ ની સરકારની યોજના અંગે પાટણ જિલ્લાના પશુપાલકોને વિનામૂલ્ય આ ડોઝનો લાભ મળી શકે તે માટે જિલ્લા પંચાયતના ચાલુ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઈ વધારીને 3 લાખ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં: બજેટની જોગવાઈઓ પર ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. બી.એમ. સરગરાએ સેક્સ્ડ સિમેન ડોઝ યોજના બાબતે જાણકારી આપી હતી. જેમાં પશુપાલકોના ત્યાં પશુઓમાં માદા પશુ જન્મે તે માટે સરકાર દ્વારા ટેકનિકલ પ્રોસેસ કરીને આ ડોઝ તૈયાર કરાયા છે જેની એક ડોઝની કિંમત રૂપિયા 500 થાય છે. જેમાં સરકાર 300 રૂપિયા સબસીડી આપે છે અને 200 પશુપાલકે ભરવાના થાય છે પરંતુ પાટણ જિલ્લાના આર્થિક રીતે નબળા પશુપાલકો 200 રૂપિયા ભરી શકે તેમ ન હોઈ આ યોજનાનો લાભ લઈ શકતા નથી, જેથી જિલ્લા પંચાયતના બજેટમાં વધુ નાણાકીય જોગવાઈ કરીને નબળા વર્ગના પશુપાલકોને વિનામૂલ્યે આ ડોઝ મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ વધારવા હેતુફેર કરવા સૂચન કરવામાં આવી છે.

કારોબારી સભ્યોએ રૂ.1.80 લાખમાંથી બજેટ વધારીને: ત્રણથી પાંચ લાખ સુધીનું કરવા મંજૂરી દર્શાવી હતી. આ ઉપરાંત અતિવૃષ્ટિ જેવા સંજોગોમાં મૃત અને સડેલા પશુઓનો ઝડપથી નિકાલ કરી શકાય તે માટેના પાવડર અંગે પણ સ્વભંડોળમાં રૂપિયા ત્રણ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

સેક્સ્ડ સીમેન ડોઝથી બીજદાન કરાવાથી: માદા પશુ જન્મતા હોઈ અને ગુણવત્તા વગરના નર પશુની ઉત્પત્તિ ઘટતી હોવાનું અને તેનાથી પશુપાલકોના ત્યાં દૂધનું ઉત્પાદન વધારવાનો સરકારનો ઉદ્દેશ હોઇ આ યોજના અંતર્ગત જિલ્લાના નબળા વર્ગના પશુપાલકોને ડોઝ માટેના રૂપિયા ભરવા ન પડે અને વિનામૂલ્યે આ ડોઝ તેમને મળી શકે તે માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં જોગવાઈ વધારવામાં આવી હતી.જિલ્લા પંચાયતના બજેટમાં સ્વભંડોળમાં આ ડોઝ માટે રૂપિયા ત્રણ લાખની જોગવાઈ કરાતા જિલ્લાના 1000 પશુપાલકોને આગામી દિવસોમાંઆ સેક્સ્ડ સિમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.