પાટણના દુધારામપુરા- દુનાવાડા માર્ગ પર નાયરા કંપનીના પેટ્રોલ પંપમાં પાણી મિકસ પેટ્રોલ ડીઝલ આવતું હોવાની ફરિયાદ ઉઠી

પાટણ
પાટણ

વાહન ચાલકો સહિત ગ્રામજનો એ પેટ્રોલ પંપ પર લાઈવ ચેક કરતા પાણી ભેળસેળ યુક્ત પેટ્રોલ આવતું હોવાનું માલુમ પડયું

પેટ્રોલ પંપ ના ભાગીદારે તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી કંપનીના સેલ્સ મેનેજરને જાણ કરી

પાટણ પુરવઠા વિભાગે પણ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલના સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી

પાટણ પંથકના દુઘારામપુરા – દુનાવાડા ગામના માગૅ પર આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ-ડિઝલ પુરાવનાર ગ્રાહકોએ આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડિઝલની સાથે સાથે પાણી આવતું હોવાના આક્ષેપ કરી પેટ્રોલ પંપ પર હંગામો મચાવી આ મામલે વિરોઘ પ્રદશિર્ત કરી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડિઝલની જગ્યાએ પાણી આવતું હોવાની તપાસ મામલે કાર્યવાહી કરવાની માંગ કરતા સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના દૂઘરામપુરા અને દુનાવાડા વચ્ચે આવેલ નાયરા પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ- ડીઝલ પુરાવતા વાહન ચાલકોના વાહનોમાં પેટ્રોલ- ડીઝલ ની જગ્યાએ પાણી ભેળસેળ યુક્ત પેટ્રોલ- ડીઝલ અપાતું હોવાની કેટલાક વાહન ચાલકોએ ખરાઈ કરી રવિવારે પેટ્રોલ પંપ પર હોબાળો મચાવીનાયરા કંપનીના આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તેમજ ડીઝલ મા 70% થી વધુ પાણી અપાતું હોવાનું જણાવતા ગ્રામજનોએ પણ પેટ્રોલ પંપ પર એકત્રિત થઈ પેટ્રોલ પમ્પ પર ખાતરી કરવા ખાલી બોટલમાં લાઈવ પેટ્રોલ ભરતા પેટ્રોલ ની જગ્યાએ પાણી ભેળસેળિયું પેટ્રોલ આવતું જોવા મળતા ગ્રામજનો તેમજ ગ્રાહકોએ પોતાના વાહનો તેમજ ડીઝલ ભરેલ કેરબાઓ પેટ્રોલ પમ્પ પર પરત મંગાવી આ પેટ્રોલ પંપ પરથી અપાતા પેટ્રોલ ડીઝલની જગ્યાએ પાણી અપાતું હોવાની તપાસ ની માંગ કરી પેટ્રોલ પંપ પર હંગામો મચાવતા અફરા તફરી મચી જવા પામી હતી. નાયરા કંપનીના પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ મા  70% પાણી આવતા લોકોના વાહનો તેમજ ટ્રેકટરો બંદ પડતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

આ બાબતે પેટ્રોલ પંપ ના ભાગીદાર અને ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા આ મામલે મને જાણ થતા મેં તાત્કાલિક પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરાવી ગઈકાલ સાજે આવેલ પેટ્રોલના ટેન્કર બાબતેની સઘળી હકીકત કંપનીના સેલ્સ મેનેજરને ટેલીફોન પર જાણ કરી  પેટ્રોલ ડીઝલ માં પાણી આવતું હોવાનુ જણાવી કંપની દ્વારા આ મામલે તપાસ કરી યોગ્ય કરવા જણાવી પાટણ પુરવઠા વિભાગના અધિકારીઓને પણ સધળી હકીકત જણાવતાં તેઓ દ્રારા પણ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલના સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હોવાનું તેઓએ જણાવી પેટ્રોલ ડીઝલમાં પાણી આવતું હોવાના મામલે પોતે કઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.

જોકે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલ પુરાવેલા વાહનોના ચાલકોએ પોતાના વાહનો બંધ પડી ગયા હોય તેના રીપેરીંગ નો ખર્ચ પેટ્રોલ પંપ ના ભાગીદાર રૂગનાથપુરા ગામના હસમુખભાઈ પ્રજાપતિ પાસેથી વસૂલ કરતા અને નાયરા કંપની  દ્વારા પાણી ભેળસેળ યુક્ત ડીઝલ પેટ્રોલ મામલે કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપતા હોવાનો બળાપો પણ હસમુખભાઈ પ્રજાપતિ એ ટેલિફોન પર વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.