
પાટણઃ ૧૯ લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ૧ આરોપી ઝબ્બે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. સમી પોલીસે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલું આખેઆખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે ૧૯,૫૪,૨૬૦ના દારૂ સહિત કુલ ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજની સૂચનાથી સમી પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન સમી પોલીસને બાતમી મળી હતી કે એક દારૂ ભરેલું કન્ટેનર સમી તરફ આવી રહ્યું છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી પૂછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આરોપીઓ મશીનના બીલો બતાવતા પોલીસે કન્ટેનર ની તલાશી લેતા ચોંકી ગઇ હતી. આખું કન્ટેનર દારૂથી ભરેલું હોય છેક હરિયાણાથી કોઈ પોલીસે તેની તલાશી નહિ લીધી હોય તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.