ઈલેક્ટ્રીક રેલ લાઈન ના કોપર વાયર ચોરીના મુદામાલ સાથે છ આરોપીને ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલા બ્રોડગેજ ઈલેક્ટ્રીક રેલ લાઈન ના કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કોપર વાયર ચોરીના મુદામાલ સાથે છ આરોપી ને ઝડપી લેવામાં ચાણસ્મા પોલીસ ને સફળતા સાપડી છે. પોલીસ સ્ટાફના માણસો ગતરોજ ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સોજીત્રાથી જીતોડા ગામની સીમ વચ્ચે રેલ્વે લાઇનના કેબલ વાયરની ચોરી સોંજીત્રા ગામના ઠાકોર પ્રવિણજી જયંતીજી, ઠાકોર કનુજી ઉર્ફે લાલો જીલુજી અને ઠાકોર કનુજી પ્રહલાદજી નાઓ ભેગા મળી કરે છે .

જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત ઇસમોની તપાસ કરતાં નં 1 તથા 2 નાઓ મળી આવતાં બંને ઇસમને પો.સ્ટે લાવી યુક્તી પ્રયુકીતીથી પુછપરછ કરતાં બંને ઇસમોએ રેલ્વે લાઇનના ત્રણ થાંભલાના કોપરના વીજ વાયરની ચોરી કરેલ હોઇ જે કબ્જે કરેલ અને બાકીના મુદ્દામાલ બાબતે ફરીયાદી ઉપર શંકા જતાં ફરીયાદીને પો.સ્ટે લાવી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતાં આ ગુનાના ફરીયાદી ભાગી પડેલ અને જે તે વખતે ત્રણ થાંભલાનો ૨૦૦ મીટર 107 સ્કવેર mm નો કોપર વાયરની ચોરી થયેલ હતી અને બાકીનો 1200 મીટર કેબલ લટકતો હોઇ જે કેબલ અશોકા બીલ્ટ કોન લીમીટેડ કંપનીના રેલ્વેમાં કામ કરતાં કર્મચારીઓ તથા મજુરો તેમજ વાહનો મારફતે તેઓના ગોડાઉનમાં રેકર્ડ ઉપર લીધા સિવાય રાત્રીના સમયે સંતાડી રાખેલ હોવાની કબુલાત કરી સદરી પાસેથી મુદ્દામાલ રીકવર કરી ચોરીમાં સંકળાયેલ ઇસમોની પોલીસે અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી તેમના વિરુધ્ધમાં કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.