ને હું રડતી જ રહી..

પાલવના પડછાયા

મારો ભાઈ હતો. મારાથી ઝાઝો ન હતો પણ મને પ્રિય હતો.હું ઈચ્છતી હતી કે એ વધુ ભણે મારી નોકરી કરે. સમાજમાં અમારા ઘરનું, અમારૂં નામ ઉજાળે. મને મારા કરતાં એની વધારે ચિંતાઓ હતી. ઘરમાં હું એનું ખુબ ધ્યાન રાખતી. જરૂર પડે ત્યારે એને ટપારતી..કોઈ કોઈ વાર મારી મા મને ઠપકો આપતી.એકાદ બે કડવા શબ્દો.. વેણ પણ કહી દેતી. આખા દિવસ શું એની પાછળ પડી રહેતી હોઈશ.. જરા એને આઝાદ રહેવા દે એનીય જીંદગી છે. મા મને ટપારતી પણ મને ગમતું નહીં હું ફણકારતી નહીં સામે છેડે મારા આવા પાછળ પડી જવાના.. વર્તનના લીધે ભાઈનું મોં બગડી જતું.જા કે એ કશું બોલતો નહીં.સાંજે કારખાનાની નોકરી કરીને ઘેર આવેલા પિતાજી મને પૂછતા. નૈના.. તેં એને ભણાવ્યો તો.. જા એ ન ભણે તો લાફા ચાર લગાવી દે. મારા તરફથી છૂટ છે..ભણશે નહીં તો શું કરશે ? શું ખાશે ? મારા ઘરમાં જાણે બે પ્રવાહ વહેતા હતા. પિતાજી મારા ભાઈ પ્રત્યે કડક વલણ હતા તો મા ભાઈ પ્રત્યે નરમ વલણ ધરાવતી હતી.ભણશે એ તો.. એનું તમે બધા લોહી પી ન જાવ.. માનો ઈરાદો રહેતો..
મારા અમારા ઘરમાં પાંચ જણા હતા. દાદા મારા માતા પિતા ભાઈ અને હું દાદા નિવૃત્ત થઈ ચૂકયા હતા. જાકે તેઓ નાના છોકરાંને ભણાવવા જતાં કંઈક મળી રહેતું. પિતાજીને કારખાનામાં નોકરી હતી.હું અને મા ઘેર રહેતા.ભાઈ ભણતો હતો.મેં કોલેજનું પ્રથમ વર્ષ કરીને ભણવાનું છોડી દીધું હતું. હું ઘણીવાર મારા ભાઈને ગણિતના દાખલા કરવા બેસતી પણ એનું ધ્યાન ભણવામાં ચોંટતું નહીં અને તેથી ફળ સ્વરૂપ ડફોળીયાં મારતો હોય મને ચીડ આવતી. હું ગુસ્સો કરવા જતી કે એ ઉભો થઈને ખુલ્લા બારણા વાટે ભાગી જતો. હું ધુંધવાઈને રહી જતી. મને થતું હું જ્યાં તને ભણવા માગું છું ત્યાં તું આવું કરે છે ?
પણ એ આખરે નાસમજ હતો.ભણતરનું મૂલ્ય જાણે સમજતો ન હતો. ભણીશ તો મને કયાંક નાની મોટી નોકરી મળશે એ સનાતન સત્ય જાણતો ન હતો.એને તો ગમે તેટલી શિખામણો આપીએ તો પણ જાણે પથ્થર પર જ પાણી સમાન રહેતું હતું.
એક વખતે ચોમાસાનો દિવસ હતો અને મેં એને મારી પાસે ભણવા બેસાડયો પણ ઠનઠન કરીને એનો ઈરાદો રજુ કરતો હતો કે મારે ભણવું નથી અને તું જબરજસ્તીથી મને ભણાવી રહે છે.
એક દિવસ તો એણે હદ જ કરી નાખી. ઈતિહાસમાં ૧૮પ૭ના બળવા વિશે હું એને કંઈક સમજાવી રહી હતી કે અંગ્રેજાએ ભારત દેશને ગુલામ બનાવી રાખ્યો હતો અને એ ગુલામીને તોડવા આપણાવાળા અંગ્રેજાની સામે જંગ માંડયો હતો.હું એને ભણાવી સમજાવી રહી હતી. જેથી એનો વિષય પાકો થાય કાયમની જેમ એ ટાણે પણ એનું મન ધ્યાન તો ભટકેલું જ હતું.એટલે મને કહે, બહેન તમારી મોટી મોટી ભારે વાતો મારામાં આવતી.. પ્રવેશતી નથી. પણ સાચું કહી દઉં તો આ ૧૮પ૧ નો બળવો જીવનમાં આવવાનો નથી. જીવન જીવવા માટે આવા બળવા ફળવાની વાતો બકવાસ છે.એણે કહ્યું ને જાણે હું જડ પુતળા જેવી બની ગઈ. મને થયું, એની વાત તો કંઈક એકદમ સાચી છે. ૧૮પ૭ નો બળવો ભારત દેશમાં થયો હતો એ એક હકીકત છે પણ એથી એ જીવનમાં આવવાનો નથી.
હું ઘડી બે ઘડી એની સામે જાઈ રહી અને બાદમાં એ ઉભો થઈને આદત મુજબ ખુલ્લા બારણા વાટે બહાર ભાગી ગયો હું જાતી રહી ઘડી બે ઘડી તાકી રહી. મારી અંદર ઉભી થવા માંડેલી એક †ી જાણે કહી ઉઠી, કે આને ભણાવવો નકામો છે.. જ્યાં વાતને જ અવળે પાટે ચડાવે છે ત્યાં…
ઘરમાં કોઈ કોઈ કોઈ વાર રાત્રે નોકરીએથી છુટીને જમ્યા બાદ નિરાંત ટાણે પિતાજી મને પૂછતા. નૈના બેટા, પેલો તારા હાથે પાસે ભણે છે કે નહીં ?
હું કશું બોલતી નહીં. જવાબ આપતી નહીં પણ જવાબ વ્યકત થઈ જતો. અંદરના રૂમમાં જુના હીંચકા નીચે સુઈ ગયો હોય.પિતાજીને એની મસ્ત ઉંઘ પર ચીડ આવતી. એ બોલી ઉઠતા સા..ને ખાવાને ઉંઘવા સિવાય બીજું કશું જ આવડતું નથી. આ છોકરો આગળ જતાં આખરે કરશે શું ? મને તો એજ સમજાતું નથી.
જીંદગી હતી સમયના ઢાળ પર.. કયાંક આગળ વધતપી હતી જાકે અટકી જતી ન હતી.જાકે મારો ભાઈ નિયમિત શાળાએ જતો.શાળામાંથી એની કોઈ ફરીયાદ આવતી નહીં. પિતાજી મને સુચવતા.. તારે એકાદ બે વાર મહિનામાં એની શાળાએ જઈ આવવું પિતાજીના આદેશ બાદ હું શાળામાં જઈને ભાઈ બાબતે પૂછી આવતી પણ મને કશી એની નકારાત્મક બાબત જાણવા મળતી નથી. સીધો બેસે છે અને વર્ગમાં ધમાલ મચાવતો નથી. જાણવા મળતું એ બાબત પિતાજીને જણાવતી એથી વધુ કાંઈ જ નહીં.
એક દિવસ પિતાજીની તબિયત કંઈક સારી ન હતી. માએ એમને રજા રાખવાનું કહ્યું જાકે પિતાજી તૈયાર ન હતા. દહાડો પડે અને પગાર પાછો કપાઈ જાય.
એમણે કહ્યું.. દાદાજીએ પણ બળ્યા પૈસા કપાઈ જાય તો જાય.. તબિયતનું નહીં જાવાનું.. પિતાજી ઘેર રહ્યા.
માએ મગની દાળ અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. અમે જમવા બેઠા રાતનું વાળુ પણ ભાઈએ મગની દાળની ખીચડી બાબતે ભાઈએ બબાલ કરી થાળીને હડસેલો મારતાં કહ્યું, આવું રોજ રોજ મારે ખીચડું નથી ખાવું ભાખરી શાક બનાવતા મા તને શું ચુક આવે છે ?
ઘણાના ઘરમાં છોકરાં જમવા મામલે જંગ ખડો કરી દે છે.મારો ભાઈ પણ એમાં તો જાણે એક હતો. પિતાજીની તબિયત સારી ન હતી. સાથે સાથે કદાચ પગાર કપાયાનું ટેન્શન હશે ને એ ટાણે એમનો પિત્તો ગયો.એ જ્યાં બેઠા હતા ત્યાંથી ઉભા થયા અને ભાઈનું બાવડું ઝાલ્યું થાળી પાસેથી ઉભો કર્યો. એક લાફો એક ગડદો મારીને કહ્યું, ‘રોજ તારા નામની ભવાઈ..ખબર પડે છે જમવાનું કેટલું મોઘુ બને છે ? એટલું બોલ્યા.
છોડોને.. માએ કહ્યું.
છોડ હવે.. ના સમજે એ દાદાએ કહ્યું.. હું ચુપ રહી.
ને પિતાજીએ એને ધક્કો મારતાં કહ્યું, ચલ નીકળ.. અહીંથી..’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.