સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ

Other
Other

સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે: શક્તિસિંહ ગોહિલ અમદાવાદમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હું કે, નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવા માગ કરી છે. બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિઓની છે. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં જશે. બી.એમ. માંગુકિયા અમદાવાદ આવા રવાના થયા છે. ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. પુરુષોત્તમ રૂપાલાના કેસમાં અપક્ષ ઉમેદવારે વાંધો લીધો હતો. અમે કોઈપણ ઉમેદવાર સામે વાંધો નથી ઉઠાવ્યો. ફોર્મ રદ કરાવવા કરતા અમે જનતા દરબારમાં જવાનું પસંદ કરીશું.

સુરત કલેક્ટર કચેરીએ 9 વાગ્યા પછી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. આ ડ્રામા વચ્ચે કુંભાણીના ફોર્મ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, હાઇકમાન્ડ કહેશે એ પ્રમાણે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં જઈશું. આ ઓર્ડર કોર્ટમાં કેટલો ટકશે એ ભગવાન જાણે. રાત્રે હાઇકોર્ટ ખોલાવીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.