પીકઅપ ડાલાનાં ચાલકે બાઈકને ટક્કર મારી બાઈક ચાલક બેભાન અવસ્થામાં

Other
Other

હારીજ તાલુકાનાં રોડા ગામ નજીક પેટ્રોલપંપ પાસે એક પીકઅપ ડાલાનાં ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલકનાં જમણો પગ સાથળનાં ભાગેથી કપાઈ ગયો હતો અને તેને માથામાં અને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલકને બેભાન અવસ્થામાં ‘108’માં પાટણની ધારપુર સિવીલમાં અને બાદમાં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, હારીજ તાલુકાનાં કુંભણા ગામે રહેતા જગમાલભાઈ તેજાભાઇ દેવીપૂજક સાંજે પોતાનું બાઈક લઇને હારીજનાં સાંકરા ગામેથી પરત કુંભણા ગામે આવતા હતા. ત્યારે હારીજના રોડા ગામ પાસે પેટ્રોલપંપ નજીક એક પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારતાં જગમાલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને સારવાર માટે ખસેડાયા હતા.

આ અકસ્માતમાં જગમાલભાઈનો જમણો પગ સાથળના ભાગેથી કપાઈ ગયો હોવાનું તેમનાં ભાઈ જગદીશભાઈએ નોંધાયેલી ફરીયાદ જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધ્યો હતો.વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.