ડીસામાં કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપ ડાલુ ઝડપાયું

Other
Other

પોલીસે  ભેંસો સહિત ₹3,23,000 નો મુદ્દા માલ જપ્ત કર્યો: ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપડાલુ પકડીને પોલીસને સોંપતા પોલીસે રૂપિયા 3.23 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ડીસાના જીવદયા પ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદના આધારે જીપડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હીનાબેન જમનાદાસ ઠક્કર ને ગત તારીખ 13 એપ્રિલના રોજ રાત્રે જુનાડીસા ગામના મગસીભાઇ દેસાઈએ ફોન કરી જણાવેલ કે, ‘અમે ત્રણ ચાર જીવ દયા વાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી પીકપ ડાલુ નંબર GJ 08 AU 6464 ને ઊભુંરખાવેલ છે. જેમાં બે ભેંસો તથા એક જોટી ભરેલી છે અને જીપ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું છે.’

જેથી હીનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલુ લઈને આવવા જણાવેલ હતું. જેથી જીવ દયા પ્રેમીઓ જીપ ડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંદર બે ભેંસો તેમજ એક જોટી કિંમત રૂપિયા 23,000 મળી આવેલ હતી. જીપ ડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હતી તેમજ પશુઓના મેડિકલ ચેકકપ અંગેના કોઈ પ્રમાણપત્રો પણ નહોતા. તેમજ આ પશુઓ કતલખાને લઈ જવા હોવાનું જાણવા મળતા પોલીસે ભેંસો તેમાં સહિત ગાડી મળી કુલ રૂપિયા 3,23,000 નો મુદ્દા માલ જપ્ત કરી હીનાબેન વકીલ ની ફરિયાદના આધારે જીપડાલા ચાલક યુસુફ ઈકબાલભાઈ મેમણ રહે. ગંજીપુરા, ડીસા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.