રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 મે, 2025| Super Admin

હારીજ આંબેડકર વાસની મહિલાઓએ પાણી મામલે પાલિકા કેમ્પસમાં કપડાં ધોઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો

હારીજ આંબેડકર વાસની મહિલાઓએ પાણી મામલે પાલિકા કેમ્પસમાં કપડાં ધોઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો
પાલિકા સત્તાધીશો દલિત સમાજના વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતાં હોવાના આક્ષેપ ઉઠ્યા પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી; હારીજ નગરપાલિકા ના સતાધીશો દ્રારા શહેરની કન્યા શાળા પાસે આવેલ દલિત સમાજ ની વસ્તી ધરાવતા આંબેડકર વાસ પ્રત્યે પાણી મામલે ઓરમાયું વર્તન રાખતાહોવાના આક્ષેપ વચ્ચે વિસ્તારની મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા પાલિકા કેમ્પસ ખાતે જઈ પ્રમુખ - ઉપપ્રમુખ અને ચિફ ઓફિસરની ચેમ્બર પાસે જ કપડાં ધોઈ પાણી મામલે અનોખો વિરોધ પ્રદર્શિત કરી આંબેડકર વાસમાં પુરતાં પ્રમાણમાં અને નિયમિત પણે પાણી નો જથ્થો ઉપલબ્ધ બને તેવી ઉગ્ર માંગ કરી હતી. જોકે પાલિકા ખાતે અનોખો વિરોધ પ્રદર્શિત કરવા આવેલી મહિલાઓના ટોળા સમયે પાલિકા કેમ્પસમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે ચિફઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ કે નગરસેવકો હાજર ન હોય મહિલાઓ રોષે ભરાઈ હતી. આ બાબતે કન્યાશાળા પાસેના આંબેડકર વાસમાં રહેતી મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી અમારા વિસ્તારમાં પુરતું પાણી આવતું નથી આ બાબતે અનેક રજૂઆતો નગરપાલિકા સમક્ષ કરવાં છતાં નગરપાલિકાના સત્તાધીશો આ દલિત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી પાણીની સમસ્યા નું નિરાકરણ લાવતી નથી. તો બીજી તરફ શહેરના મિનરલ પ્લાન્ટ પર ચોવીસ કલાક પાણી આવતું હોવાના આક્ષેપ કરી પોતાના વિસ્તારમાં સજૉયેલ પાણીની સમસ્યાના નિવારણ માટે ના છુટકે તેઓએ પાલિકા કેમ્પસમાં આવી પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફિસરની ચેમ્બર પાસે કપડા ધોવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું જો શહેરના આંબેડકર વાસમાં પાણીની સમસ્યાનું પાલિકા સતાધીશો દ્રારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા વિરૂદ્ધ વિસ્તારના તમામ લોકોને સાથે રાખીને જલદ કાર્યક્રમો આપવાની ચિમકી મહિલાઓએ ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર