રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 મે, 2026| Super Admin

સત્તાનું સુકાન કોના હાથમાં ? પાટણ પાલિકાની હાઈપ્રોફાઈલ સમિતિઓના ચેરમેન બનવા સભ્યોમાં હોડ જામી

સત્તાનું સુકાન કોના હાથમાં ? પાટણ પાલિકાની હાઈપ્રોફાઈલ સમિતિઓના ચેરમેન બનવા સભ્યોમાં હોડ જામી

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૪ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે ભાજપમાં સંગઠન અને વહીવટી માળખું ગોઠવવાની કવાયત તેજ બની છે. પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા અનામત બેઠક હોવાથી પાચ મહિલાઓ રેસમાં છે. જેમાં મનિષાબેન મોદી, મનીષાબેન પ્રજાપતિ,પ્રિયંકાબેન દેસાઈ, રણુકાબેન ઠાકોર અને ચંદ્રિકાબેન રાવળ વચ્ચે સ્પર્ધા જામી છે.તો ઉપપ્રમુખ પદ માટે ડૉ.બાબુભાઈ પ્રજાપતિ,નવીન પ્રજાપતિ અને ગૌરવ મોદીના નામ ચર્ચામાં છે.પ્રદેશ મોવડી મંડળ દ્વારા આગામી સપ્તાહમાં મેન્ડેટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ,આગામી અઠવાડિયામાં સૂચના મળ્યે પ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવશે. જેમાં લોકશાહી મુજબ આંગળી ઊંચી કરીને બહુમતી આધારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકામા ૧૮ પૈકી ૬ સૌથી મહત્વની સમિતિઓના ચેરમેન તરીકે પણ હોડ જામી છે જેમાં ૧,કારોબારી સમિતિ સૌથી શક્તિશાળી સમિતિ, તમામ ખર્ચના ઠરાવો અહીં પસાર થાય છે. પક્ષના વરિષ્ઠ અને વહીવટી પકડ ધરાવતા સભ્ય નીલમ પટેલનું નામ ચર્ચિત છે ૨,બાંધકામ સમિતિ શહેરના રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આ સમિતિ હસ્તક હોય છે. ટેકનિકલ સમજ ધરાવતા અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં સક્રિય સભ્ય રોહિત પટેલ અને ઉત્કર્ષ પટેલના નામ ચર્ચિત છે.૩,પાણી પુરવઠા સમિતિ શહેરની પ્રાથમિક જરૂરિયાત અને જનતા સાથે સીધો સંપર્ક ધરાવતી સમિતિ છે. 

લોકોની ફરિયાદો ઉકેલવામાં કુશળ અને સક્રિય સભ્ય  એવા માનસીબેન ત્રિવેદી, વિજયાબેન બારોટના નામ ચર્ચિત છે.૪,ટાઉન પ્લાનિંગ સમિતિ શહેરના વિકાસના નકશા અને પ્લાનિંગ માટેની કામગીરી આ સમિતિ કરે છે. શહેરી આયોજનની સૂઝબૂઝ ધરાવતા સભ્ય ઉત્કર્ષ પટેલ સહિત અન્ય સભ્યોના નામ ચર્ચિત છે.૫,આરોગ્ય અને સફાઈ સમિતિ સફાઈ અભિયાન અને શહેરના સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયો. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી શકે તેવા ઉત્સાહી સભ્ય ડો. બાબુભાઈ પ્રજાપતિ,ડૉ.મનોજ ઠાકોર સહિત ૨ સભ્યોના નામ ચર્ચિત છે અને ૬,લાઈટ અને ફાયર સમિતિ સ્ટ્રીટ લાઈટ અને ઈમરજન્સી સેવાઓનું સંચાલન. ઝડપી નિર્ણય શક્તિ ધરાવતા સભ્ય સાધનાબેન પરમાર અને ડૉ.મનોજ ઠાકોર સહિતના નામ ચર્ચિત હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર