રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય25 એપ્રિલ, 2026| Super Admin

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ પર મુકાયો પ્રતિબંધ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ પર મુકાયો પ્રતિબંધ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત વેબ સિરીઝ 'લોરેન્સ ઓફ પંજાબ' પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. પંજાબ પોલીસે રાજ્યની શાંતિ જોખમાવાની ભીતિ વ્યક્ત કરીને કેન્દ્રને પત્ર લખ્યો હતો, જેના પગલે આ સિરીઝ પર હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. માત્ર સરકાર જ નહીં, પરંતુ લોરેન્સના પરિવારે પણ આ સિરીઝનો સખત વિરોધ કર્યો છે. લોરેન્સના કાકા રમેશ બિશ્નોઈએ આક્ષેપ કર્યો છે કે પ્રોડક્શન ટીમે પરિવારની કોઈ પરવાનગી લીધી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જે કેસો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે, તેમાં લોરેન્સને 'માસ્ટરમાઇન્ડ' તરીકે બતાવીને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો પરિવારનું કહેવું છે કે આવી સિરીઝ ભવિષ્યમાં એક દસ્તાવેજ બની જતી હોય છે, જે સમાજમાં ખોટું નેરેટિવ સ્થાપિત કરી શકે છે. હાઈકોર્ટ અને સરકારને કરાયેલી અપીલ બાદ આખરે કેન્દ્રએ આ સંવેદનશીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 

સંબંધિત સમાચાર