રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 જુલાઈ, 2025| Super Admin

પાટણ તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

પાટણ તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

ઈન્ચાર્જ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગને સુચિત કરાયા. મામલતદાર કચેરી પાટણ ખાતે શનિવારે પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઈન્ચાર્જ પ્રાંત અધિકારી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં સદસ્યો દ્રારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગને સુચિત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા પાટણ થી કણી સાંજના ટાઈમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવા,પાટણ ખાતે કાર્યરત આદર્શ નિવાસી કુમાર શાળા (અનુ.જાતિ) ભાડાના મકાનમાં ચાલે છે જેને સરકારી મકાન ફાળવવા, બાલીસણા ગામે મફત ગાળા માટે ગામતળની માપણી કરવા,બાલીસણા ગામે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ તથા પરેડ ગ્રાઉન્ડના બાંધકામ માટે જમીન માપણી અને ગામેની આંગણવાડી કેન્દ્ર નંબર ૧૮૨  બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલુ છે નવીન આંગણવાડીનુ કામ શરૂ કરવા બાબતે અને બાલીસણા ગામે બસ સ્ટેન્ડ પાસે નવીન બનેલ સમ્પમા પાણી નાંખવા સહિતના પ્રશ્ને કરાયેલ રજુઆતના પગલે ઈન્ચાર્જ પ્રાંત અધિકારી દ્રારા જે તે વિભાગના અધિકારી ઓને નિયમોનુસાર કાર્યવાહી કરવા સુચના આપી હતી.આ બેઠકમાં પાટણ ગ્રામ્ય અને શહેર મામલતદારો  તાલુકા વિકાસ અધિકારી, પાટણ પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશપરમાર સહિત સંકલન સમિતિના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર