વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિવિધ હિંદુ યુવા સંગઠનો દ્વારા પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. આ બાબતે શિવ સેવાં સમિતિના પ્રમુખે જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અતિ નિંદનીય છે અને તેને તાત્કાલિક રોકવા જરૂરી છે. રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી છે, તેથી અમે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરીએ છીએ. આ આવેદનપત્ર દ્વારા, વિવિધ હિંદુ યુવા સંગઠન અને શિવ સેવાં સમિતિએ સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને પશ્ચિમ બંગાળમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ડીસા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ટેગ્સ:#West Bengal#Government Accountability#human rights concerns#Youth Activism#Community Safety#Sanatan Dharma#law and order issues#religious tensions#Hindu Organizations#President's Rule Demand#Petition to Provincial Officer#Waqf Act Protests#Atrocities Against Hindus#Shiv Seva Samiti
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
