રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 જૂન, 2026| Super Admin

ઊંઝા APMC: મસાલાની આવકો ઘટવાના એંધાણ

ઊંઝા APMC: મસાલાની આવકો ઘટવાના એંધાણ

ચોમાસામાં વરસાદનો પ્રારંભ થશે ત્યારે આવકો સાવ ઠપ્પ થશે 

યુધ્ધ વિરામ બાદ એક્સપોર્ટની કાગડોળે રાહ જોતા એક્સપોર્ટરો

વેપારીઓ પાસે માલોનો સ્ટોક પરંતુ આગળ વેચવાલી ન હોવાથી રૂપિયાનું ટર્નઓવર અટક્યું 

ઊંઝા એપીએમસીમાં મસાલાની ચીજોની પુર્ણતાની ઘડીઓ ગણી રહી છે. જ્યારે ચોમાસામાં વરસાદનો પ્રારંભ થશે. ત્યારે આવકો સાવ ઠપ્પ થઈ જશે. ચોમાસાના ત્રણ મહિના બજાર સાવ સુસ્ત રહેશે. માત્ર વાયદાના આધારે ભાવોમાં ‌વધઘટ જોવા મળશે. હાલ ઉંઝા એપીએમસીમાં હાલ જીરાની ૮ હજાર બોરીની આવકો જોવા મળી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૬૦૦ થી ૪૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ વિસ્તારોમાંથી આવી રહી છે. યુધ્ધને કારણે વૈશ્વિક મંદીને કારણે ભાવોનું વલણ ઘટાડા તરફી જોવા મળ્યું હતું. યુધ્ધની ઝપેટમાં ગલ્ફ દેશો આવી જતા એક્સપોર્ટ પર માઠી અસર જોવાઈ હતી. એક્સપોર્ટ અટકી પડતાં ભાવોમાં ઘટાડો નોંધાતા આવકો ઓછી રહેવા પામી હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં વેચવાલી ઓછી જોવા મળી હતી. પરંતુ બીજી તરફ જરૂરિયાત મંદ ખેડૂતો ઓછા ભાવે પણ જણસી વેચવા મજબૂર બન્યા હતા. 

એક્સપોર્ટરો યુધ્ધ વિરામ બાદ એક્સપોર્ટની કાગડોળે રાહ જોઇને બેઠા છે. પરંતુ જે દેશો યુધ્ધની ઝપેટમાં આવી ગયા છે. તેવા દેશોનુ અર્થતંત્ર ઉભું થતાં અને ફરી ગાડી પાટા ઉપર ચડતાં વાર લાગે તેવું લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુ પુર્ણ થયા બાદ નવરાત્રીના તહેવારમાં એક્સપોર્ટર નીકળે તો ભાવમાં વધઘટ થાય તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાવો ન કે ન મળે તો પણ જરૂરિયાત મંદ ખેડૂતો દિવાળી કરવા માટે જણસી વેચવા સીવાય બીજો કોઈ વિકલ્પ નથી. જીરાનું ભવિષ્ય હાલ ડામાડોળ દેખાઈ રહ્યું છે. વેપારીઓ પાસે માલોનો સ્ટોક છે. અને આગળ વેચવાલી ન હોવાથી રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે.

સંબંધિત સમાચાર