કેન્દ્રીય મંત્રીના પ્રયાસોથી રાણાવાવને મોટી ભેટ : વંદે ભારત ટ્રેનો માટે અત્યાધુનિક કોચિંગ ડિપો બનશે

ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ ₹૧૩૫.૫૮ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોનું નિર્માણ થશે : પોરબંદર લોકસભા મતવિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને મળશે વેગ
પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાના સતત પ્રયાસોને કારણે આ વિસ્તારના વિકાસ માટે એક મોટી સફળતા મળી છે. રેલવે મંત્રાલય દ્વારા રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹૧૩૫.૫૮ કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક અને રોજગારના નવા અવસરોનું સર્જન થશે.
આ પ્રોજેક્ટ ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે. ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોના નિર્માણથી રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનોની જાળવણી અને સારસંભાળ માટે જરૂરી તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. આ ડિપો વંદે ભારત ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરશે. આ પ્રોજેક્ટ, વંદે ભારત સહિત અન્ય ટ્રેનો માટે જાળવણી સુવિધાઓ વિકસાવવાની વિશાળ રાષ્ટ્રીય યોજનાનો એક ભાગ છે. રાણાવાવમાં આ નવા ડિપોની સ્થાપના થકી વંદે ભારત અને LHB જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે એકીકૃત અને આધુનિક જાળવણી સુવિધા પ્રાપ્ત થશે, જે રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર FDA ની મોટી કાર્યવાહી
13 કલાક પહેલા
રાષ્ટ્રીયCBSE એ ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું
13 કલાક પહેલા
રાષ્ટ્રીય
'Shortcut Will Cut You Short', રીલ યુગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ યુવાનોને સલાહ આપી
14 કલાક પહેલા
રાષ્ટ્રીયવાયરસે ભારે તબાહી મચાવી દીધી! 20 દિવસમાં ચેપથી 1,000 લોકો મોત
17 કલાક પહેલા
