રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 જૂન, 2025| Super Admin

સિદ્ધપુર - પાટણ હાઈવે પર આવેલ આતિશ ઇન્ડસ્ટ્રીઝના મશીનમાં આગ લાગતા બે કામદારો દાઝ્યા

સિદ્ધપુર - પાટણ હાઈવે પર આવેલ આતિશ ઇન્ડસ્ટ્રીઝના મશીનમાં આગ લાગતા બે કામદારો દાઝ્યા
દાઝેલા કામદારોને પ્રાથમિક સારવાર સિધ્ધપુર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા ; સિદ્ધપુર-પાટણ હાઈવે પર નેદરા-કનેસરા રોડ સ્થિત આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફેક્ટરીના ATO મશીનમાં સિલિનિયમ ભૂકીની બોરીઓ ભરેલી હતી. આ બોરીઓને ટ્રકમાં ભરવા માટે જ્યારે મશીનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં બે કામદારો દાઝી ગયા હતા. ઘટના બાદ ફેક્ટરીના કર્મચારીઓએ ફાયર સેફટીની બોટલોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. દાઝી ગયેલા કામદારોમાં 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા અને 25 વર્ષીય અજય પરમદેવ પાસવાનનો સમાવેશ થાય છે.બન્ને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર