રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 એપ્રિલ, 2026| Super Admin

હારીજમાં વૃદ્ધ વેપારીને છરીની અણીએ લૂંટી એકટીવા સવાર બે શખ્સો ફરાર

હારીજમાં વૃદ્ધ વેપારીને છરીની અણીએ લૂંટી એકટીવા સવાર બે શખ્સો ફરાર

રૂ. 2.80 લાખની રોકડ રકમ લઈ વૃદ્ધ વેપારી દુકાનથી ઘરે જતી વખતે બન્યો બનાવ

લૂટ કરી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

પાટણ જિલ્લાના હારીજમાં એક વૃદ્ધ વેપારીને એકટીવા ઉપર આવેલ બે શખ્સોએ છરી બતાવી રૂ.2.80 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હોવાની ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી છે. તો પોલીસે લૂટ ને અંજામ આપનારા બંન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી કેમેરાઓની મદદથી તપાસ હાથ ધરી બંન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 

બનાવની મળતી માહિતી મુજબ હારીજ મેઈન બજારમાં ભાવેશ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા 73 વર્ષીય જયંતિલાલ ભુરાલાલ ઠક્કર ગત 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના નવેક વાગ્યે પોતાના પુત્ર કિશોર સાથે દુકાન બંધ કરી રહ્યા હતા તે દિવસ દરમિયાન વેપારના રૂ. 2,80,000 રોકડા એક થેલામાં ભરીને તેઓ પોતાના જ્યુપિટર વાહન (નંબર GJ24AL2704) પર લઈ ઘરે જવા નીકળ્યા હતા. જયંતિલાલ બહુચર માતાજીના મંદિર થઈને પોતાની સિધ્ધયોગી રેસીડેન્સીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી કાળા કલરના એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ બંને શખ્સોએ વેપારીના વાહનને ઓવરટેક કરીને રસ્તા વચ્ચે પોતાનું એક્ટિવા ઉભું રખાવતા વેપારીએ પોતાનું વાહન ધીમું પાડતા જ એક્ટિવા પાછળ બેઠેલ શખ્સે નીચે ઉતરી અને છરી જેવું હથિયાર કાઢી વેપારીને ડરાવી ગળા અને છાતીના ભાગે લટકાવેલા રૂપિયાના થેલાને ખેંચવાનો પ્રયત્ન કરતાં વેપારી પોતાના વાહન સાથે નીચે પડતા વેપારીએ બૂમાબૂમ કરતા શખ્સોએ છરી વડે થેલાના પટ્ટા કાપી નાખી રૂ. 2,80,000ની રોકડ ભરેલો થેલો લઈને બંને એક્ટિવા પર બહુચર માતાજીના મંદિર તરફ ભાગવા જતાં બંન્ને શખ્સો પણ પોતાના એક્ટિવા સાથે નીચે પડી ગયા હતા છતાં તુરંત તેઓએ ઉભા થઈને પોતાના એકટીવા ઉપર નાસી છૂટ્વામા સફળ રહ્યા હતા.

બીજી તરફ વેપારીની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો અને વેપારીના પુત્રો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટ કરનાર બંને શખ્સો આશરે 20 થી 25 વર્ષની ઉંમરના હતા, જેમાં એકે લાલ અને બીજાએ કાળા રંગનું શર્ટ પહેર્યું હતું.વેપારીની ફરિયાદના આધારે હારીજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા સીસીટીવી કેમેરા ની મદદથી ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ કેસની તપાસ હારીજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ દેસાઇને સોંપવામાં આવી  હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર