રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 મે, 2026| Super Admin

હારીજમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી બાઈક સવાર બે શખ્સો ફરાર

હારીજમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી બાઈક સવાર બે શખ્સો ફરાર

હારીજ શહેરના મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા એક મહિલા બજાર માંથી શાકભાજી ખરીદી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રામજી મંદિર પાછળ તળાવની પાળ પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી આશરે 19.600 ગ્રામ વજનનો સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઈ થતાં આ મામલે ભોગ બનનાર મહિલાએ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

બનાવની મળતી હકીકત મુજબ હારિજ ની મધુવન સોસાયટીમાં રહેતા રેખાબેન ભરતકુમાર યોગી ગત તા.05/05/2026 ના રોજ સાંજના સમયે હારીજ બજારમાં શાકભાજી ખરીદવા ગયા હતા. ખરીદી બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રામજી મંદિર પાછળ તળાવની પાળ પાસે એક મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા.બાઈકની પાછળ બેઠેલા આશરે 20 થી 30 વર્ષની વયના અને કાળા રંગનું શર્ટ પહેરેલા શખ્સે રેખાબેનના ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ બંને અજાણ્યા શખ્સો બાઈક પર તાલુકા પંચાયત તરફ ભાગી ગયા હતા.ભોગ બનનાર મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાએ તેના પતિને ફોન કરીને બનાવની જાણ કરી હતી. લૂંટાયેલા સોનાના દોરાનું વજન 19.600 ગ્રામ છે, જે વર્ષ 2003 માં 10,102 રૂપિયાની કિંમતે ખરીદવામાં આવ્યો હતો.આ ઘટનાથી ગભરાઈ ગયેલા મહિલાએ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ બાદમાં હારીજ પોલીસ મથકે પહોંચી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર