હિંમતનગરના મહાવીરનગરમાં તુલસી પૂજન દિવસ નિમિતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આવતા જતા શહેરીજનોને છોડ સાથે પુસ્તિકા આપવામાં આવી હતી. ત્યારે હિંમતનગર ના મહાવીરનગર ચાર રસ્તે આસારામ બાપુના ભક્તો દ્વારા તુલસીનો ક્યારો મુકવામાં આવ્યો હતો. જેનું પૂજન અર્ચન કરી દીપ પ્રગટાવી હતી. ત્યાર બાદ સૌ ભક્તો હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં માહિતી પુસ્તિકા સાથે તુલસીનો છોડ રાખી આવતા જતા શહેરીજનોને તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા હતા. અંદાજે 1800 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ,વડીલો,યુવક,યુવતીઓ અને બાળકો પણ આ તુલસી વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો વાહન ચાલકો અને શહેરીજનોને તુલસી પૂજન દિવસની શુભકામનાઓ સાથે જાગૃતિ આપીને છોડ આપવામાં આવ્યા હતા.
તુલસી પૂજન દિવસ નિમિતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
16 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
