ઉત્તર પ્રદેશના કાનપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે બપોરે કાનપુરમાં ઉડાન ભરતું એક તાલીમ વિમાન અચાનક ક્રેશ થયું. આ દુર્ઘટનામાં બે પાઇલટના મોત થયા છે. મૃતકોની ઓળખ ગુજરાતના રહેવાસી પ્રશિક્ષક સચિન ભાટિયા અને કર્ણાટકના રહેવાસી તાલીમાર્થી પાઇલટ અભિષેક પૂજારી તરીકે થઈ છે. ગંગા કિનારે આવેલા નાથા પૂર્વા ગામ પાસે જોરદાર ધડાકા સાથે વિમાન જમીન પર તૂટી પડ્યું. ક્રેશનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો ગભરાઈ ગયા અને લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
પ્રારંભિક માહિતી અનુસાર, વિમાન બે એન્જિનવાળું વિમાન હતું જેમાં બે પાઇલટ્સ હતા. વિમાને સવારે 11:30 વાગ્યે તાલીમ કેન્દ્રથી ઉડાન ભરી હતી અને પરત ફરતી વખતે 20 મિનિટ પછી ક્રેશ થયું હતું. ઉડાન દરમિયાન, અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે વિમાન બેકાબૂ થઈને નીચે પડી ગયું. ઘટનાસ્થળે ધુમાડો અને કાટમાળ ફેલાયેલો હતો. અકસ્માતના ફોટા અને વીડિયોમાં વિમાનને ભારે નુકસાન થયું છે. ઘટનાસ્થળે એક વ્યક્તિ ગંભીર હાલતમાં જમીન પર પડેલો જોવા મળે છે.
કાનપુરમાં ટ્રેની વિમાન ક્રેશ, બે પાઇલટના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમણિપુરના કાંગપોક્પીમાં મોટો આતંકવાદી હુમલો, 4 લોકોના મોત, 1 ગુમ
29 મિનિટ પહેલા
રાષ્ટ્રીયએક જ પરિવારના ચાર સભ્યોએ ટ્રેન નીચે કૂદી જીવન ટૂંકાવ્યૂ
1 કલાક પહેલા
રાષ્ટ્રીયમુસ્લિમોએ એક થવું જોઈએ, યુપીમાં પણ બિહાર જેવી તાકાત બતાવવી જોઈએ, ઓવૈસીનું આહ્વાન
4 કલાક પહેલા
રાષ્ટ્રીય'ડુંગળીનો પુરવઠો પૂરતો છે, ગભરાવાની જરૂર નથી'
4 કલાક પહેલા
