રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા9 ઑક્ટોબર, 2026| Super Admin

ઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી

ઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી

ઐતિહાસિક નિર્ણયને લઈને વેપારીઓ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી 

 ઊંઝા ગંજબજારમાં જીએસટી કાઉન્સિલ દ્રારા ઈસબગુલ પર શૂન્ય ટકા જીએસટી દર નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવતા વેપારીઓમાં ખુશી છવાઈ છે. વેપારીઓએ આજે ઊંઝા એપીએમસી આગળ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. તેમજ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. જીએસટી કાઉન્સિલ દ્વારા ઈસબગુલના સપ્લાય પર તે તાજા, ચિલ્ડ, ફ્રોઝન કે સૂકા – ગમે તે સ્વરૂપમાં હોય, તેના પર શૂન્ય ટકા દર નક્કી કરવાનો એક અત્યંત મહત્વપૂર્ણ અને વેપારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જીએસટીના તમામ ઉચ્ચ અધિકારીનો આભાર વ્યકત કર્યા હતો.

72.jpg 188.86 KB
આ નિર્ણયની ખુશીમાં ઊંઝા એપીએમસીના તમામ વેપારી ભાઈઓ દ્વારા ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉંઝા એપીએમસી પરિસરમાં ફટાકડા ફોડીને આ ઐતિહાસિક નિર્ણયની ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંડી પરિસરમાં તમામ વેપારી મિત્રો અને ખેડૂતોમાં એક અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર