રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા27 ફેબ્રુઆરી, 2026| Super Admin

હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાની પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમ યોજાઈ

હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાની પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમ યોજાઈ
બાલિકા પંચાયતના તાલીમ અંતર્ગત ૭૯ તાલીમાર્થીઓએ તાલીમ લીધી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ICDS વિભાગ દ્વારા મિલેનરી હોટેલ, મોતીપુરામાં 'બાલિકા પંચાયત' તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭૯ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન પ્રથમ દિવસે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર દ્વારા બાલિકા પંચાયતના મહત્વ અને જીવન કૌશલ્ય વિશે માહિતી આપવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે પોલીસ વિભાગના પ્રતિનિધિ દ્વારા સાયબર સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. બાલિકા પંચાયત એ એક બિનરાજકીય અને અનૌપચારિક મંચ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નિર્ણય પ્રક્રિયામાં બાલિકાઓની ભાગીદારી વધારી લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને વેગ આપવાનો તથા સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ યોજના દ્વારા યુવા બાલિકાઓ શાસન પ્રણાલીમાં સક્રિય ભૂમિકા ભજવતા શીખે અને પ્રજાતાંત્રિક મૂલ્યો પ્રત્યે જાગૃત થાય તે માટે દર ૨૪મી જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિવસ' ની રાજ્યવ્યાપી ઉજવણી પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી પ્રજ્ઞાબેન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર ધૃતિબેન પુરોહિત, ગાંધીનગરથી વર્ષાબેન ચૌધરી સહિત શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને ડીઆરડીએ વિભાગના કર્મચારીઓ તેમજ મુખ્ય સેવિકાઓ અને ફિલ્ડ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર