રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 જૂન, 2025| Super Admin

જીકાસ પોર્ટલ દ્વારા સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં ઓછા ગુણ વાળાને પ્રવેશ; વધુ ગુણવાળા પ્રવેશ થી વંચિત રહ્યા

જીકાસ પોર્ટલ દ્વારા સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં ઓછા ગુણ વાળાને પ્રવેશ; વધુ ગુણવાળા પ્રવેશ થી વંચિત રહ્યા
વિધાર્થી સંગઠન એનએસ યુઆઈ દ્રારા આ વિસંગતતા દુર કરવા કુલપતિને આવેદનપત્ર આપ્યું કુલપતિએ વિધાર્થીઓના હિતમાં યોગ્ય કરવાની વિધાર્થી સંગઠનના કાર્યકરોને હૈયાધારણા આપી પાટણની હેમ.ઉ.ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિને સોમવારે વિધાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોએ રૂબરૂ મળી જીકાસ પોર્ટલ દ્વારા સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ અંગે  રજૂઆત કરી તેના નિરાકરણ ની માગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વિધાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો માં સ્નાતક કક્ષાના પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા અરજી કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ જોવા મળી છે, જેના કારણે વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યો, જ્યારે ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે. જીકાસ પોર્ટલ દ્વારા સ્નાતક પ્રવેશ પ્રક્રિયા કમ્પ્યુટરાઈઝ્ડ અને પારદર્શક હશે એવો વિશ્વાસ વિધાર્થીઓને હતો, પરંતુ વાસ્તવમાં મેરિટ લિસ્ટમાં વિચિત્ર અનિયમિતતા જોવા મળી છે, જેનાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયાં છે ત્યારે વિધાર્થીઓની આ મુઝવણ નું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હોવાનું એનએસ યુઆઈ ના કાર્યકર પ્રેમ પટેલે જણાવ્યું હતું. વિધાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોની રજૂઆત અને આવેદનપત્ર મામલે કુલપતિ પ્રો. કે.સી.પોરિયા એ વિધાર્થી હિતમાં આ મામલે યોગ્ય કરવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર