રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 જૂન, 2025| Super Admin

પાટણમાં બાંધકામના સામાનની ચોરી કરનાર ચોર રૂ. 38 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો

પાટણમાં બાંધકામના સામાનની ચોરી કરનાર ચોર રૂ. 38 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો
ઝડપાયેલ ચોરની ૧૦ ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું; પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક ગોકુલવાટિકા સોસાયટી માં તાજેતરમાં થયેલી બાંધકામ સામાનની ચોરીનો ભેદ પોલીસે ગણતરી ના દિવસોમાં ઉકેલ્યો છે. પોલીસે ડીસા વંદના બંગ્લોઝ સોસાયટીના રહેવાસી હિતેશપુરી ઉર્ફે એકશન બાબુપુરી ગૌસ્વામીને રૂ.૩૮ હજારના મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતાં આરોપી ૧૦ જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક ગોકુલ વાટિકા સોસાયટી માં નવીન બની રહેલ મકાનમાં માલસામાન ની ચોરી થઈ હોવાની મકાન માલિક ઘરમસિંહભાઈ દેસાઈએ બી ડિવિઝન પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને માતરવાડી બસ સ્ટેશનથી પકડી તેની પાસેથી રૂ.૩૮ હજારનો  મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં ૩૫ ટાઇલ્સની પેટીઓ, વોલેન્ટ ટબ, રસોડાસિંક અને ઇલેક્ટ્રિક-પ્લમ્બિંગ ફિટિંગના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પાટણમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેણે નવજીવન સોસાયટી, વાળીનાથ વિસ્તાર, ઉપવન બંગ્લોઝ, મોદી સમાજ સંકુલ અને તમન્ના સોસાયટી માંથી બાંધકામ સામાન ચોર્યો હોવાની સાથે તેની વિરુદ્ધ પાટણ, પાલનપુર અને ડીસામાં કુલ ૧૦ ગુના નોંધાયેલા હોય પોલીસે તેની અટકાયત કરી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર