રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 સપ્ટેમ્બર, 2025| Super Admin

દુધવા માઈનોર કેનાલ-2નું અધૂરું કામ 5 દિવસમાં શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

દુધવા માઈનોર કેનાલ-2નું અધૂરું કામ 5 દિવસમાં શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. ખેડૂતોએ દુધવા માઈનોર કેનાલ-2 નું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. વર્ષ 2024માં સરકારે કેનાલના નવા કામની મંજૂરી આપી હતી. એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. જોકે, થોડા સમય કામ કર્યા બાદ એજન્સીએ અધૂરું છોડી દીધું છે. આના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે પહેલેથી જ ખેડૂતો મુશ્કેલીમાં છે. કેનાલના અધૂરા કામને કારણે મોટા ખાડાઓ પડ્યા છે. આના કારણે ખેતરે જવા-આવવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે. ખેતી અને પશુપાલનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. મોરવાડા ડિસ્ટ્રિક્ટની આ સૌથી લાંબી કેનાલ ચાર ગામોને આવરી લે છે. જો તાત્કાલિક કામ પૂર્ણ નહીં થાય તો ચાલુ સિઝનમાં ખેડૂતોને સમયસર પાણી નહીં મળે. રવી સિઝનમાં પણ મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે અધિક્ષક ઈજનેરની કચેરી ખાતે આંદોલન કરશે. આ માટેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

સંબંધિત સમાચાર