ભારતીય ક્રિકેટ જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈની સિનિયર પસંદગી સમિતિએ જૂન ૨૦૨૬ના અંતમાં શરૂ થનારા ભારતીય ટીમના યુકે પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં ભારત, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ પ્રવાસ માટે સૌથી મોટા સમાચાર એ છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમ ઇન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની સાથે જ, IPL ૨૦૨૬માં પોતાના બેટથી રનનો વરસાદ કરનાર યુવા સન્સેશન વૈભવ સૂર્યવંશીને પહેલીવાર સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવે આઈપીએલની ૧૬ મેચોમાં રેકોર્ડબ્રેક ૭૭૬ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી, જેના શાનદાર ઇનામ તરીકે તેને ઈન્ટરનેશનલ ડેબ્યુની તક મળી છે.
ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણી માટે જાહેર થયેલી આ ટીમમાં તિલક વર્મા, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, સંજુ સેમસન, અક્ષર પટેલ, ઈશાન કિશન અને મોહમ્મદ સિરાજ સહિતના સ્ટાર ખેલાડીઓ સામેલ છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ૨ ટી૨૦ આયર્લેન્ડ સામે, અને ઇંગ્લેન્ડ સામે ૫ ટી૨૦ અને ૩ ઓડીઆઈ મેચોની સિરીઝ રમશે. આ સાથે જ એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે પણ ટીમ જાહેર કરાઈ છે.
ઇંગ્લેન્ડ શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેર, શ્રેયસ ઐયર નવો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

સંબંધિત સમાચાર
રમતગમતજોન કેમ્પબેલે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
1 દિવસ પહેલા
રમતગમતઆજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ
1 દિવસ પહેલા
રમતગમતનીરુ ધાંડા અને કૈનાન ચેનાઈએ ટ્રેપ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો
1 દિવસ પહેલા
રમતગમતમહિલા કમ્પાઉન્ડ ટીમે તીરંદાજીમાં ઇતિહાસ રચ્યો, ગોલ્ડ મેડલ જીત્યો
1 દિવસ પહેલા
