સ્માર્ટ સિટી અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી દર્શાવતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં એકસાથે 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગયા શુક્રવારથી જ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવી રહ્યું હતું. જ્યારે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સનદભાઈએ પાણી પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી, ત્યારે તંત્ર તરફથી બધું 'ઓલરાઈટ' હોવાનો નજરે જોયો તેવો બિનજવાબદાર ઉત્તર મળ્યો હતો. પરિણામે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સોસાયટીની બે મહિલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવી પડી છે, જ્યારે આસપાસની ખાનગી હોસ્પિટલોમાં પણ ૩૦થી ૪૦ જેટલા લોકો હાલ સારવાર હેઠળ દાખલ છે. છેલ્લા ચાર દિવસથી લોકો નરકાગાર જેવી સ્થિતિમાં બહારથી પાણીના બાટલા મંગાવીને જીવવા મજબૂર બન્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ તાબડતોબ આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે જનતા ટેક્સ ભરે છે, ત્યારે તેમને પીવાનું શુદ્ધ પાણી કેમ નથી મળતું? તંત્રની આ લાપરવાહી બદલ કોની સામે પગલાં લેવાવા જોઈએ?
અમદાવાદ : દૂષિત પાણીથી 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી

સંબંધિત સમાચાર
ગુજરાતવડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી હાઇ પ્રોફાઇલ મહિલા ચોરે સોના અને હીરાના દાગીનાની ચોરી કરી; સીસીટીવીમાં કેદ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદવાસીઓ માટે સારા સમાચાર! મેટ્રો હવે સીધી એરપોર્ટ સુધી દોડશે
2 દિવસ પહેલા
ગુજરાતસ્ટેટસમાં 'આઈ ક્વિટ બાય વર્લ્ડ' લખીને એક વ્યક્તિએ 13મા માળેથી કૂદી આપઘાત કર્યો
4 દિવસ પહેલા
ગુજરાતસેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ચાર લોકોના મોત
5 દિવસ પહેલા
