રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
સાયન્સ & ટેકનોલોજી29 મે, 2026| Super Admin

મેટાનો મોટો માસ્ટરસ્ટ્રોક! ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ હવે ‘પેઇડ’

મેટાનો મોટો માસ્ટરસ્ટ્રોક! ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ હવે ‘પેઇડ’

ટેક ડેસ્ક: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી લોકપ્રિય એપ્સની પેરેન્ટ કંપની મેટા (Meta) એ સોશિયલ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં મોટો બ્લાસ્ટ કર્યો છે. કંપનીએ યુઝર્સ માટે નવા સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે, જે અંતર્ગત એપ્સના ખાસ ‘પ્લસ’ વર્ઝન રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. આ પેઇડ પ્લાન લેનારા યુઝર્સને અત્યાર સુધી ન મળ્યા હોય તેવા સ્પેશિયલ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશનના વિકલ્પો મળશે. જોકે, આ નવા પ્લાન કંપનીના હાલના 'મેટા વેરિફાઇડ' (બ્લુ ટિક) પ્લાનથી બિલકુલ અલગ હશે. મેટાએ હાલમાં આ વૈશ્વિક લોન્ચિંગની જાહેરાત કરી છે, પરંતુ વિશ્વના સૌથી મોટા યુઝર બેઝ ધરાવતા ભારતીય બજારમાં તેની લોન્ચિંગ તારીખ હજુ જાહેર કરી નથી. ભારતમાં આ સુવિધા તબક્કાવાર રીતે લાવવામાં આવે તેવી શક્યતા છે.

ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસના ૫ મોટા ફાયદા:
આ વર્ઝન ખાસ કરીને ક્રિએટર્સ અને સોશિયલ એક્સપ્રેશનને ધ્યાનમાં રાખીને બનાવાયું છે, જેમાં યુઝર્સ પોતાની સ્ટોરી કોણે ‘રી-વોચ’ (ફરીથી જોઈ) કરી છે તે જાણી શકશે. 

આ ઉપરાંત નીચે મુજબના ૫ ફાયદા મળશે:

મનપસંદ લોકોની અલગ-અલગ યાદી: હવે માત્ર 'ક્લોઝ ફ્રેન્ડ્સ' નહીં, પણ મરજી મુજબની ઘણી અલગ લિસ્ટ બનાવી શકાશે અને નક્કી કરી શકાશે કે કઈ પોસ્ટ કોને બતાવવી.

૨૪ કલાક પછી પણ સ્ટોરી લાઈવ: સ્ટોરી ૨૪ કલાક પછી પણ પ્રોફાઇલ પર રાખી શકાશે અને અઠવાડિયામાં એકવાર સ્ટોરીને 'સ્પોટલાઇટ' કરીને વધુ લોકો સુધી પહોંચાડી શકાશે.

ગુપ્ત રીતે સ્ટોરી જોવાની સુવિધા (Ghost મોડ): તમે સામેવાળાની સ્ટોરી જોઈ લેશો તો પણ વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં જાય. સાથે જ તમે તમારી સ્ટોરી જોનારાના નામ સર્ચ કરી શકશો.

સાયલન્ટ પ્રોફાઇલ અપડેટ: હોમ ફીડ પર પડોશીઓ કે મિત્રોને નોટિફિકેશન કે નવી પોસ્ટ મોકલ્યા વિના સીધા પ્રોફાઇલ કે હાઇલાઇટ્સમાં ફોટો-વીડિયો સેવ કરી શકાશે.

નવું ડેકોરેશન: પ્રોફાઇલ સજાવવા માટે નવા ફોન્ટ્સ, સ્ક્રીન પર તરતા 'સુપર હાર્ટ' રિએક્શન્સ અને કસ્ટમ એપ આઇકોન્સ મળશે.

કેમ બદલાયું બિઝનેસ મોડેલ?
અત્યાર સુધી મેટા યુઝર્સના ડેટા અને જાહેરાતો (Ads) થકી અબજોની કમાણી કરતું હતું એટલે સેવાઓ ફ્રી હતી. પરંતુ હવે વૈશ્વિક સ્તરે નવા યુઝર્સ ઉમેરાવાની ગતિ ધીમી પડી છે અને પ્રાઇવસીના કડક નિયમોને લીધે જાહેરાતોની કમાણી ઘટી છે. આથી, ઇલોન મસ્કના X (ટ્વિટર) ના રસ્તે ચાલીને હવે માર્ક ઝકરબર્ગ પણ યુઝર્સ પાસેથી સીધી કમાણી કરવાનો નવો સ્ત્રોત ઉભો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર