આસૉફ્ટવેરમાં DNA-મૅચ માટે ૨૪ માર્કર નાખ્યાં જે DNA પ્રોફાઇલ મૅચની પ્રક્રિયા કરતું હતું. DNA-સૅમ્પલના જેટલા ડેટા આવ્યા એ તેમ જ રેફરન્સનાં જે સૅમ્પલ આવ્યાં એ બધા ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કર્યા, જેને કારણે બધા ડેટા એકબીજા સૅમ્પલ સાથે અને રેફરન્સ સાથે મૅચ કરી સૉફ્ટવેર રિપોર્ટ જનરેટ કરતું હતું. આ સૉફ્ટવેરથી મોટા ભાગની પેરન્ટ-ચાઇલ્ડની DNA પ્રોફાઇલ મૅચ થઈ ગઈ. સૉફ્ટવેરથી જે રિઝલ્ટ આવ્યાં એને અમારી ટીમ મૅન્યુઅલી ચેકિંગ કરીને વેરિફાય કરતી જેથી રિપોર્ટમાં ઍક્યુરસી જળવાય અને કોઈ એરર ન રહી જાય. આ સૉફ્ટવેરને કારણે DNA-મૅચિંગની પ્રક્રિયા ઝડપી બની.
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકના કો-ઑર્ડિનેટર ડૉ. મલય શુક્લએ કહ્યું હતું કે ‘મૅન્યુઅલી DNA મૅચિંગ કરવામાં લાંબો સમય જાય એમ હતું એટલે જ્યારે ઘટનાની ખબર પડી અને DNAનું પરીક્ષણ કરવાની જવાબદારી અમારી યુનિવર્સિટીમાં આવી ત્યારે અમારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શનમાં ડૉ. ભાર્ગવ પટેલ સહિતની અમારી ટીમે પ્લાનિંગ કરીને સૉફ્ટવેર બનાવ્યું જેમાં ડૉ. વિશાલ મેવાડાનો મહત્ત્વનો રોલ રહ્યો. DNA પ્રોફાઇલ પહેલાં વન-ટુ-વન મૅચ થતી હતી અને હવે સૉફ્ટવેરને કારણે DNA પ્રોફાઇલ મૅની-ટુ-મૅની મૅચ થાય છે. સૉફ્ટવેરમાં DNA પ્રોફાઇલનો ડેટા અપલોડ કરીએ અને કમાન્ડ આપતાં સૉફ્ટવેર જાતે જ મૅચિંગની પ્રક્રિયા કરતું. આ સૉફ્ટવેર બહુ ઉપયોગી થઈ પડયું અને DNA પ્રોફાઇલની પ્રક્રિયા ઝડપી બની અને જીવ ગુમાવનારા લોકોનાં સગાંઓને ઝડપથી રિપોર્ટ મળતાં તેમને ડેડ-બૉડી પણ ઓછા સમયમાં મળે એવો પ્રયાસ આ સૉફ્ટવેર ડેવલપ કરવા પાછળનો છે અને એમાં અમારી ટીમને સફળતા મળી છે.’- હોમ
- /સાયન્સ & ટેકનોલોજી
- /નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ DNA મૅચિંગ માટે રાતોરાત સૉફ્ટવેર ડેવલપ કર્યું
સાયન્સ & ટેકનોલોજી20 જૂન, 2025
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ DNA મૅચિંગ માટે રાતોરાત સૉફ્ટવેર ડેવલપ કર્યું

ડૉ. વિશાલ મેવાડા સહિતની ટીમે ૨૪ માર્કર સાથે માત્ર બે કલાકમાં સૉફ્ટવેર બનાવી સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું
અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને ઝડપથી મળી શકેએ માટે ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ટીમે ૨૪ માર્કર સાથે માત્ર બે કલાકમાં સૉફ્ટવેર બનાવીને એમાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલના ડેટા નાખીને એકસાથે મલ્ટિ પ્રોફાઇલ મૅચ કરવા કમ્પેરિઝન થઈ શકે એવું સૉફ્ટવેર ડેલવપ કર્યું એટલે DNA-ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બની અને બેથી ત્રણ દિવસનો ટાઇમ બચાવ્યો છે. આવું પહેલી વાર બન્યું છે. જીવ ગુમાવનારા લોકોના સ્વજનોને ઝડપથી ડેડ-બૉડી મળે એ માટે ડૉ. વિશાલ મેવાડા સહિતની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ટીમે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે અને સમાજ માટે એવું આવકારદાયક કાર્ય થયું જેને કારણે સ્વજનો સુધી ડેડ-બૉડી ઝડપથી પહોંચી શકી છે. એટલી ઝડપથી આ સૉફ્ટવેર બનાવ્યું છે કે હાલમાં તો એને કોઈ નામ આપવાનો પણ સમય ટીમ પાસે નથી અને બને એટલી ઝડપી ગતિએ DNA-ટેસ્ટનો રિપોર્ટ આપી શકાય એ દિશામાં કામગીરી કરી રહી છે.
જેમણે સૉફ્ટવેર ડેવલપ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એ નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકની ટીમના સભ્ય અને અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિશાલ મેવાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લેન-ક્રૅશની જે ઘટના બની એમાં આવેલાં ઘણાં બધાં DNA-સૅમ્પલ મૅચ કરવામાં આવ્યાં હતાં. આટલાં બધાં સૅમ્પલને મૅચ કરવામાં બે-ત્રણ દિવસ લાગે એટલે અમે ઇન-હાઉસ સૉફ્ટવેર બનાવ્યું જે રૉ ફાઇલમાંથી પાંચ-દસ મિનિટમાં એકબીજાનાં કમ્પેરિઝન આપી દે એટલે DNA-સૅમ્પલ મૅચિંગમાં બે-ત્રણ દિવસનો ટાઇમ બચાવ્યો. જ્યારે આ ઘટના બની અને અમારી યુનિવર્સિટીમાં DNA-સૅમ્પલ આવ્યાં ત્યારે થયું કે આ સૅમ્પલનો રિપોર્ટ ઝડપથી મળે એવું કામ કરવું જોઈએ એટલે એ દિશામાં ઝડપી કામ કરીને અંદાજે બે કલાકમાં સૉફ્ટવેર બનાવ્યું હતું.
આસૉફ્ટવેરમાં DNA-મૅચ માટે ૨૪ માર્કર નાખ્યાં જે DNA પ્રોફાઇલ મૅચની પ્રક્રિયા કરતું હતું. DNA-સૅમ્પલના જેટલા ડેટા આવ્યા એ તેમ જ રેફરન્સનાં જે સૅમ્પલ આવ્યાં એ બધા ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કર્યા, જેને કારણે બધા ડેટા એકબીજા સૅમ્પલ સાથે અને રેફરન્સ સાથે મૅચ કરી સૉફ્ટવેર રિપોર્ટ જનરેટ કરતું હતું. આ સૉફ્ટવેરથી મોટા ભાગની પેરન્ટ-ચાઇલ્ડની DNA પ્રોફાઇલ મૅચ થઈ ગઈ. સૉફ્ટવેરથી જે રિઝલ્ટ આવ્યાં એને અમારી ટીમ મૅન્યુઅલી ચેકિંગ કરીને વેરિફાય કરતી જેથી રિપોર્ટમાં ઍક્યુરસી જળવાય અને કોઈ એરર ન રહી જાય. આ સૉફ્ટવેરને કારણે DNA-મૅચિંગની પ્રક્રિયા ઝડપી બની.
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકના કો-ઑર્ડિનેટર ડૉ. મલય શુક્લએ કહ્યું હતું કે ‘મૅન્યુઅલી DNA મૅચિંગ કરવામાં લાંબો સમય જાય એમ હતું એટલે જ્યારે ઘટનાની ખબર પડી અને DNAનું પરીક્ષણ કરવાની જવાબદારી અમારી યુનિવર્સિટીમાં આવી ત્યારે અમારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શનમાં ડૉ. ભાર્ગવ પટેલ સહિતની અમારી ટીમે પ્લાનિંગ કરીને સૉફ્ટવેર બનાવ્યું જેમાં ડૉ. વિશાલ મેવાડાનો મહત્ત્વનો રોલ રહ્યો. DNA પ્રોફાઇલ પહેલાં વન-ટુ-વન મૅચ થતી હતી અને હવે સૉફ્ટવેરને કારણે DNA પ્રોફાઇલ મૅની-ટુ-મૅની મૅચ થાય છે. સૉફ્ટવેરમાં DNA પ્રોફાઇલનો ડેટા અપલોડ કરીએ અને કમાન્ડ આપતાં સૉફ્ટવેર જાતે જ મૅચિંગની પ્રક્રિયા કરતું. આ સૉફ્ટવેર બહુ ઉપયોગી થઈ પડયું અને DNA પ્રોફાઇલની પ્રક્રિયા ઝડપી બની અને જીવ ગુમાવનારા લોકોનાં સગાંઓને ઝડપથી રિપોર્ટ મળતાં તેમને ડેડ-બૉડી પણ ઓછા સમયમાં મળે એવો પ્રયાસ આ સૉફ્ટવેર ડેવલપ કરવા પાછળનો છે અને એમાં અમારી ટીમને સફળતા મળી છે.’
આસૉફ્ટવેરમાં DNA-મૅચ માટે ૨૪ માર્કર નાખ્યાં જે DNA પ્રોફાઇલ મૅચની પ્રક્રિયા કરતું હતું. DNA-સૅમ્પલના જેટલા ડેટા આવ્યા એ તેમ જ રેફરન્સનાં જે સૅમ્પલ આવ્યાં એ બધા ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કર્યા, જેને કારણે બધા ડેટા એકબીજા સૅમ્પલ સાથે અને રેફરન્સ સાથે મૅચ કરી સૉફ્ટવેર રિપોર્ટ જનરેટ કરતું હતું. આ સૉફ્ટવેરથી મોટા ભાગની પેરન્ટ-ચાઇલ્ડની DNA પ્રોફાઇલ મૅચ થઈ ગઈ. સૉફ્ટવેરથી જે રિઝલ્ટ આવ્યાં એને અમારી ટીમ મૅન્યુઅલી ચેકિંગ કરીને વેરિફાય કરતી જેથી રિપોર્ટમાં ઍક્યુરસી જળવાય અને કોઈ એરર ન રહી જાય. આ સૉફ્ટવેરને કારણે DNA-મૅચિંગની પ્રક્રિયા ઝડપી બની.
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકના કો-ઑર્ડિનેટર ડૉ. મલય શુક્લએ કહ્યું હતું કે ‘મૅન્યુઅલી DNA મૅચિંગ કરવામાં લાંબો સમય જાય એમ હતું એટલે જ્યારે ઘટનાની ખબર પડી અને DNAનું પરીક્ષણ કરવાની જવાબદારી અમારી યુનિવર્સિટીમાં આવી ત્યારે અમારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શનમાં ડૉ. ભાર્ગવ પટેલ સહિતની અમારી ટીમે પ્લાનિંગ કરીને સૉફ્ટવેર બનાવ્યું જેમાં ડૉ. વિશાલ મેવાડાનો મહત્ત્વનો રોલ રહ્યો. DNA પ્રોફાઇલ પહેલાં વન-ટુ-વન મૅચ થતી હતી અને હવે સૉફ્ટવેરને કારણે DNA પ્રોફાઇલ મૅની-ટુ-મૅની મૅચ થાય છે. સૉફ્ટવેરમાં DNA પ્રોફાઇલનો ડેટા અપલોડ કરીએ અને કમાન્ડ આપતાં સૉફ્ટવેર જાતે જ મૅચિંગની પ્રક્રિયા કરતું. આ સૉફ્ટવેર બહુ ઉપયોગી થઈ પડયું અને DNA પ્રોફાઇલની પ્રક્રિયા ઝડપી બની અને જીવ ગુમાવનારા લોકોનાં સગાંઓને ઝડપથી રિપોર્ટ મળતાં તેમને ડેડ-બૉડી પણ ઓછા સમયમાં મળે એવો પ્રયાસ આ સૉફ્ટવેર ડેવલપ કરવા પાછળનો છે અને એમાં અમારી ટીમને સફળતા મળી છે.’ટેગ્સ:#Family support#Victim Identification#Forensic Science#Ahmedabad Plane Crash#National Forensic Sciences University#DNA Matching Software#Dr. Vishal Mewada#Rapid DNA Testing#24 Markers#Multi-Profile Matches#Deoxyribonucleic Acid#Centre for Excellence in DNA Forensics#Landmark Achievement
સંબંધિત સમાચાર
સાયન્સ & ટેકનોલોજીઇન્સ્ટાગ્રામ યુઝર્સ સાવધાન: 8 મેથી બદલાશે પ્રાઇવસીના નિયમો, એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન હટશે
1 અઠવાડિયા પહેલા
સાયન્સ & ટેકનોલોજીએલોન મસ્કે; X ના સબ્સ્ક્રિપ્શન પ્લાનને સસ્તા બનાવીને ભારતના વપરાશકર્તાઓને ભેટ આપી
8 મહિના પહેલા
સાયન્સ & ટેકનોલોજીAI ચેટબોટ્સ શટડાઉન ટાળવા માટે છેતરપિંડી અને બ્લેકમેલ કરી શકે છે
9 મહિના પહેલા
સાયન્સ & ટેકનોલોજીWWDC 2025: iOS 26 થી લિક્વિડ ગ્લાસ સુધી, જાણો એપલે કઈ કઈ જાહેરાત કરી
9 મહિના પહેલા