બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલનપુર વર્તુળ કચેરીની ટીમ દ્વારા ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી ત્રણ જુદી-જુદી પેઢીઓ પર અચાનક દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર અને ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડીસાની પંચાલ શેરી, બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને જયવીર માર્કેટિંગ જેવી જગ્યાઓ પરથી કુલ ૧૪૪૪ કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે, જેની અંદાજિત કિંમત રૂ. ૮,૨૮,૪૯૦/- થાય છે. આ એકમો માન્ય પરવાનગી વગર જ ધમધમતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ આ તમામ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે, તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કામગીરીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ડીસામાં ફૂડ વિભાગનો સપાટો: ત્રણ પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પાણી નાખવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓનો મહિલા પર હુમલો : જાનથી મારી નાખવાની ધમકી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બટાકાના બિયારણના પૈસા ન ચૂકવનાર આરોપીને એક વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડ્રગ્સ મુક્ત બનાસકાંઠાનો સંદેશ: આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિને પોલીસની સાયકલોથોન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના H.M. આંગડિયા પેઢી લૂંટ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
1 દિવસ પહેલા
