ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હીરાની માંગમાં ઘટાડો થતા ઉત્પાદન અને વેપાર બંને પર અસર પડી છે. સતત મંદીના કારણે અનેક નાના-મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નું માનવું છે કે જો નજીકના સમયમાં વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. હીરાના વ્યવસાયમાં મંદિ આવવાના કારણે અનેક કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હાલ તો વેપારીઓ અને કારીગરો બંને આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા રાખી રહ્યા છે.
ભાવનગર : હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ કારીગરો અને વેપારીઓ ચિંતિત

સંબંધિત સમાચાર
ગુજરાતPM મોદી સુરત અને દમણની મુલાકાત લેશે, ₹22,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
3 કલાક પહેલા
ગુજરાતપાટણમાં AC ફાટ્યું, આખા ઘરમાં આગ લાગી; LIB પોલીસકર્મી જીવતી ભડથું થઈ
5 કલાક પહેલા
ગુજરાતવડોદરામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની ધરપકડ
14 કલાક પહેલા
ગુજરાતગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી: સુરત પોલીસે દરોડા પાડી 84 લોકોની ધરપકડ કરી
1 દિવસ પહેલા
