રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત8 મે, 2026| Super Admin

સુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી

સુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી

સુરતના વરાછામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી 50 Lakh ની સનસનાટીભરી લૂંટના કેસમાં તપાસ કરી રહેલી પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. સુરતના કન્યાસી ગામે હથિયાર રિકવરીની તપાસ દરમિયાન મુખ્ય આરોપી શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષાર્થે કરેલા ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો છે.

સુરત પોલીસની ટીમ લૂંટના બે આરોપીઓ, શુભમ અને વિકાસને હથિયાર કબજે કરવા માટે કન્યાસી ગામના ખેતરોમાં લઈ ગઈ હતી. આરોપી શુભમે કબૂલાત કરી હતી કે તેણે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ ફોન ખેતરમાં છુપાવ્યા છે. તપાસ દરમિયાન, તકનો લાભ ઉઠાવી શુભમે પોલીસ પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અધિકારીએ વળતું ફાયરિંગ કર્યું, જેમાં શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. હાલ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટનો માસ્ટરમાઈન્ડ દેહરાદૂનમાં 12 Crore ની જ્વેલરી લૂંટ કરનારો કુખ્યાત ગુનેગાર કુંદન ભગત છે. જેલમાં હોવા છતાં કુંદન ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા યુપીથી આવેલા તેના સાગરીતોને સૂચનાઓ આપતો હતો. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે ગુનાને અંજામ આપતી હતી. પોલીસે આ બંને આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે.

સંબંધિત સમાચાર