રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા15 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે

પાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે

અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન સંબંધિત ગુનામાં સંડોવાયેલા ધર્મેશ ડેર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની ગતિવિધિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પાસા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેને પાલનપુર જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો મુજબ, ધર્મેશ ડેર વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર અને પ્રોહિબીશન સંબંધિત અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હતા, જેના કારણે તે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડતો હોવાનું માનવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી પોલીસે કડક વલણ અપનાવી પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરી અને તેને અટકાયતમાં લઈ પાલનપુર જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ પગલાંથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદો ભંગ કરનારાઓને બખ્શવામાં નહીં આવે.

સંબંધિત સમાચાર