રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 એપ્રિલ, 2025| Super Admin

પાટણ યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાલક્ષી ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતાએ રજીસ્ટાર સમક્ષ હલ્લાબોલ કર્યો

પાટણ યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાલક્ષી ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતાએ રજીસ્ટાર સમક્ષ હલ્લાબોલ કર્યો
પરીક્ષામાં ગેરરીતિ મામલે એક સપ્તાહમાં યોગ્ય પગલાં નહી ભરાઈ તો યુનિવર્સિટી ખાતે ધારણા કરવાની ચીમકી પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાની ગેરરીતી મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપાઈ; પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં MSc સેમેસ્ટર-4ની પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે સોમવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. વિધાર્થી નેતાએ યુનિવર્સિટી રજીસ્ટાર સમક્ષ માત્ર પ્રાંતિજ કોલેજ જ નહીં, પરંતુ HNGU સાથે સંલગ્ન અન્ય કોલેજોમાં ચાલતા બીએડ,નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમોમાં થતી અનિયમિતતાઓ અંગે પણ પ્રશ્નો ની ઝંડી વરસાવી હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ HNGUના રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કરી કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો એક સપ્તાહમાં આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. વિધાર્થી નેતાની રજુઆત પગલે યુનિવર્સિટીએ ગંભીર નોંધ લેતા પ્રાંતિજ કોલેજમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે તાત્કાલિક ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તો રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર આ સમિતિ એ કોલેજના CCTV ફૂટેજ, સિનિયર-જુનિયર અધ્યાપકોના નિરીક્ષણ અહેવાલ અને યુનિવર્સિટીના સ્ક્વોડના અધ્યાપકોના રિપોર્ટની તપાસ કરશે તેવું જણાવ્યું હતું. વધુ મા તેઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર