બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે લાયસન્સ વિના ચાલતા એક સ્પા પર એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કિંગ થાઈ સ્પાના મેનેજર અને સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એસઓજી ટીમ ટીમે ભીલડી વિસ્તારમાં એરોમા શોપિંગના બીજા માળે આવેલા કિંગ થાઈ સ્પા પર તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન, સ્પાના મેનેજર બંટીભાઈ લાલજીભાઈ પોરાણીયા (ઉં.વ. ૨૦, રહે. ડીસા, મૂળ ભાભર) અને સંચાલક ઉત્તમ નંદકિશોર સોની (રહે. ડીસા) પાસે સ્પા ચલાવવા માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ન હોવાનું જણાયું હતું.આ ઉપરાંત, કિંગ થાઈ સ્પાના નામ સાથેની વિગતો તેમજ સ્પામાં કામ કરતા કર્મચારીઓના આધાર પુરાવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હોવાથી જાહેરનામાનો ભંગ થયો હતો.એએસઆઈ ઇન્દ્રજીતસિંહ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું
ભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતદિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત
2 દિવસ પહેલા
