રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ સરસ્વતી નદીના કાંઠે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિર ને તસ્કરોએ નિશાન બનાવ્યું

પાટણ સરસ્વતી નદીના કાંઠે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિર ને તસ્કરોએ નિશાન બનાવ્યું
લાખોની રકમ ભરેલી દાનપેટી ઉઠાવી ગયાં...! પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી; પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે. આ બાબતે મળતી માહિતી મુજબ મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી ગાયબ હોવાનું જોતા તેમણે તરત જ મંદિર પ્રશાસનને જાણ કરતાં તેઓએ તાત્કાલિક મંદિર પરિસર ખાતે આવી મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા ગત મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને તેઓ દાનપેટી ઉઠાવીને લઈ જતા પણ સ્પષ્ટ પણે નજરે પડે છે. આ બાબતે પોલીસ ને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને પંચનામાની કાર્યવાહી કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મંદિર પ્રશાસને આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરતાં તુટેલી દાનપેટી તેમજ કેટલીક પરચુરણ મળી આવી હતી જોકે પોલીસે તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમ બનાવી તપાસનાં ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર