રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો

પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનુ પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતુ બન્યુ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી)ની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્રારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનુ નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનૂકુળ છે. આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે, ત્રણ વર્ષથી આ રીતે પ્રતિમાઓનુ નિર્માણ કરે છે જેમા ગામની ૧૦ બહેનો જોડાયેલ છે. આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય જે ઇકોફ્રેન્ડલી છે. જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમા વધશે. આ બહેનોને ગુજરાત માટીકામ કલા-કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્રારા માટી પુરી પાડવામાં આવે છે. આ મૂર્તિઓને વિસર્જીત કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે નદી તળાવ કે વિસર્જીત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્રારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે. જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય. આ મૂર્તિઓ ઘરે પણ કૂંડ બનાવી વિસર્જીત કરી શકાય તેવી હોય છે. આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પુરી પાડનાર એન.આર.એલ.એમ યોજના,તાલુકા પંચાયત કચેરી,ઈડર(સા.કાં) કિંજલબેન જણાવે છે કે, ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલિમ આપવાની શરૂ કરી ત્યારે ગામની ૩૦ જેટલી બહેનોને તાલિમ આપી હતી. આજે આ સખી મંડળમાં ૧૦ જેટલી બહેનો કામ કરે છે. આ સખી મંડળ દ્રારા પ્રથમ વર્ષે ૨૧ મૂર્તિ અને આ વર્ષે ૩૦ જેટલી મૂર્તિઓનુ નિર્માણ કરાયુ છે જેની કિંમત ૯૦૦ રૂપિયાથી લઈ ૧૨૦૦ જેટલી હોય છે. આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચે છે.

સંબંધિત સમાચાર