રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બિઝનેસ3 મે, 2025| Super Admin

SIPમાં મજબૂતાઈ જોવા મળી : ફંડોની ખરીદીને કારણે બજાર ફરી ચમકયું

SIPમાં મજબૂતાઈ જોવા મળી : ફંડોની ખરીદીને કારણે બજાર ફરી ચમકયું
રોકાણકારોનો વિશ્‍વાસ વધ્‍યો : શેરબજારમાં ફંડ મેનેજરો દ્વારા મજબૂત ખરીદીના ડેટા સતત ત્રણ મહિનાના ઘટાડા પછી, એપ્રિલમાં ઇક્‍વિટી ફંડ્‍સમાં રોકાણપ્રવાહ સુધર્યો હોય તેવું લાગે છે. એપ્રિલમાં ફંડ્‍સ દ્વારા કુલ ઇક્‍વિટી ખરીદી રૂ.૧૬,૦૫૦ કરોડ પર પહોંચી, જે માર્ચમાં રૂ. ૧૨,૧૪૧ કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. પરંતુ આ નાણાકીય વર્ષ ૨૫ માં સરેરાશ રૂ. ૩૯,૦૦૦ કરોડની માસિક ખરીદી કરતાં નીચે રહેલ છે. આ વધારો એપ્રિલમાં નિફ્‌ટી૫૦ ઇન્‍ડેક્‍સમાં ૩.૫ ટકાના વધારા સાથે સુસંગત છે, જે માર્ચમાં ૬.૩ ટકાના વધારા પછીનો છે. લગભગ બે વર્ષ પછી વિદેશી ભંડોળ દ્વારા ખરીદી ફરી શરૂ થવાને કારણે આ વધારો જોવા મળ્‍યો. મહિના-દર-મહિનાના વધારા પછી, બેન્‍ચમાર્ક સૂચકાંકો નિફ્‌ટી૫૦ અને સેન્‍સેક્‍સ હવે સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના તેમના રેકોર્ડ ઉચ્‍ચતમ સ્‍તરથી લગભગ ૭ ટકા પાછળ છે. જોકે, મિડકેપ અને સ્‍મોલકેપ સૂચકાંકો હજુ પણ ૧૦ ટકાથી વધુ પાછળ છે. સપ્‍ટેમ્‍બરના અંતમાં શરૂ થયેલા કરેક્‍શનના શરૂઆતના મહિનાઓ દરમિયાન ફંડ્‍સની ઇક્‍વિટી સ્‍કીમ્‍સમાં રોકાણ મજબૂત રહ્યું. પરંતુ જાન્‍યુઆરીથી રોકાણ તેમના તાજેતરના સરેરાશની તુલનામાં નરમ રહ્યું છે. ચોખ્‍ખા કલેક્‍શનમાં ઘટાડો મુખ્‍યત્‍વે નવી યોજનાઓના લોન્‍ચમાં ઘટાડો અને એકસાથે રોકાણમાં નરમાઈને કારણે છે. માર્ચમાં સક્રિય ઇક્‍વિટી યોજનાઓમાં ચોખ્‍ખું રોકાણ સતત ત્રીજા મહિને ઘટીને રૂ. ૨૫,૦૮૨ કરોડ થયું હતું જે ડિસેમ્‍બરમાં રૂ. ૪૧,૧૫૬ કરોડ હતું.જોકે, SIP રોકાણો મોટાભાગે અકબંધ રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં રોકાણકારોએ SIP દ્વારા લગભગ રૂ. ૨૬,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જ્‍યારે ડિસેમ્‍બર ૨૦૨૪માં તે રૂ. ૨૬,૪૫૯ કરોડના સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યું હતું. મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ દ્વારા ચોખ્‍ખી ઇક્‍વિટી ખરીદીનું પ્રમાણ ઘણા પરિબળો પર આધાર રાખે છે પ્ર ઇક્‍વિટી (નિષ્‍ક્રિય સહિત) અને હાઇબ્રિડ સ્‍કીમ્‍સમાં કરવામાં આવેલા રોકાણ અને ઉપાડ, હાઇબ્રિડ સ્‍કીમ્‍સના ઇક્‍વિટી ફાળવણીમાં ફેરફાર અને હાથમાં રોકડમાં ફેરફાર. આ અઠવાડિયે UBS એ ભારતીય શેરોને ન્‍યુટ્રલ પર અપગ્રેડ કર્યા. યુબીએસના ઇક્‍વિટી સ્‍ટ્રેટેજી (ઉભરતા બજારો અને એશિયા) ના વડા સુનિલ તિરુમલાઈએ જણાવ્‍યું હતું કે, ભારત ઘણા મોરચે સારું છે પ્ર દેશ પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવું, મજબૂત કમાણી વળદ્ધિ, નીચા તેલના ભાવનો લાભ અને બેંક ડિપોઝિટ દરમાં ઘટાડો અને વપરાશ માટે સંભવિત સરકારી સમર્થન એ કેટલાક સકારાત્‍મક પાસાઓ છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે કમાણીમાં તીવ્ર કાપ, સરકારના વિકાસ અને રોકાણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા અંગે અનિશ્‍ચિતતા અને ઐતિહાસિક સરેરાશની તુલનામાં ઊંચા મૂલ્‍યાંકનને કારણે ફંડામેન્‍ટલ્‍સ નબળા રહ્યા છે. નિષ્‍ણાતો માને છે કે જો ઇક્‍વિટી માર્કેટમાં સુધારો થતો રહે અને ઇક્‍વિટી ફંડ્‍સનું ટૂંકા ગાળાનું પ્રદર્શન સુધરશે, તો ભવિષ્‍યમાં રોકાણમાં વધારો થઈ શકે છે. .

સંબંધિત સમાચાર