રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જૂન, 2026| Super Admin

સિદ્ધપુર પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧ કરોડ ઉપરાંતના બિનવારસી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું

સિદ્ધપુર પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧ કરોડ ઉપરાંતના બિનવારસી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું

સિદ્ધપુર ડિવિઝનના 37 ગુનાઓમાં પકડાયેલ 34,903 બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝન હેઠળના પાંચ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવા કોર્ટના આદેશ બાદ કુલ 37 ગુનાઓમાં પકડાયેલી 34,903 દારૂની બોટલો અને ટીનનો નાશ કરાયો હતો, જેની કુલ કિંમત રૂ. 1,06,19,725 થાય છે.આ કાર્યવાહી સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સીમમાં સત્તાવાળાઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.

 સિદ્ધપુર ડિવિઝન હેઠળના કાકોશી પોલીસ સ્ટેશનના 11 ગુના, બાલીસણાના 3, રણુંજના 2, સરસ્વતીના 11 અને વાગડોદ પોલીસ સ્ટેશનના 10 ગુના મળીને કુલ 37 ગુનાઓનો મુદ્દામાલ એકત્રિત કરાયો હતો.આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરનો હુકમ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરી માટે પાટણ-સિદ્ધપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં સિદ્ધપુર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી. સોલંકી, પાટણના નશાબંધી અને આબકારી અધિકારી તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં, સરસ્વતી તાલુકાના મોજે-ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબાની જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ અને સુજનીપુર રોડ નજીક સમગ્ર જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર