રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રમતગમત6 જુલાઈ, 2025| Super Admin

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે ધૂમ મચાવી છે. પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે બીજી ઇનિંગમાં પણ એ જ ફોર્મ જાળવી રાખ્યું અને સદી ફટકારી. આ સદીની ઇનિંગ સાથે તેણે પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. 54 વર્ષ પછી પહેલી વાર કોઈ ભારતીય ખેલાડીએ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને સદી ફટકારી છે. આ પહેલા 1971માં સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. ગિલ હવે ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે અહીં પણ સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓ ૩૬૯* - શુભમન ગિલ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંગહામ, ૨૦૨૫ ૩૪૪ - સુનીલ ગાવસ્કર વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, ૧૯૭૧ 340 - વીવીએસ લક્ષ્મણ વિ ઓસ્ટ્રેલિયા, કોલકાતા, 2001 ૩૩૦ - સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગ્લોર, ૨૦૦૭ ૩૧૯ - વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ, ૨૦૦૮ આ સાથે જ ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેમના નામે જોડાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટે 2017માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં 293 રન બનાવ્યા હતા.

સંબંધિત સમાચાર