રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય3 સપ્ટેમ્બર, 2025| Super Admin

શાહરુખની દીકરી સુહાનાએ ખેડૂત બનીને ૧૨.૯૧ કરોડની ખેતીની જમીન ખરીદી : તપાસના આદેશ અપાયા

શાહરુખની દીકરી સુહાનાએ ખેડૂત બનીને ૧૨.૯૧ કરોડની ખેતીની જમીન ખરીદી : તપાસના આદેશ અપાયા
સુહાના ખાને અલીબાગના થલ ગામમાં ૧૨.૯૧ કરોડની જમીન પરમિશન વિના ખરીદી બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની લાડકી સુહાના ખાનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુહાના ટૂંક સમયમાં પોતાના પાપા સાથે ફિલ્‍મ કિંગથી થિએટ્રિકલ ડેબ્‍યૂ કરવા જઈ રહી છે, પણ ફિલ્‍મમાં આવતા પહેલા તે એક મુશ્‍કેલીમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્‍મને લઈને નહીં, પણ કરોડો રૂપિયાની ડીલને લઈને ચર્ચામાં આવી છે. આવો જાણીએ શું છે આખો મામલો.આ કેસ જમીન વિવાદનો છે. હકીકતમાં જોઈએ તો, થોડા સમય પહેલા સુહાનાએ અલીબાગમાં જમીન ખરીદી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કરોડોમાં થયેલી આ ડીલ માટે સુહાના ખાને પરમિશન નહોતી લીધી. પ્રાપ્ત વિગતો અનુસાર, સુહાનાએ અલીબાગના થલ ગામમાં જમીન ખરીદી હતી. ચર્ચા હતી કે લગભગ ૧૨.૯૧ કરોડમાં આ જમીન ખરીદવામાં આવી છે. હવે એ જ ગામમાંથી જાણકારી સામે આવી છે કે જે જમીન સરકાર તરફથી ખેડૂતોને ખેતી માટે આપવામાં આવી હતી, તેને સુહાના ખાને પરમિશન વિના ખરીદી લીધી છે. એટલે કે તેણે પરમિશન વિના અલીબાગમાં જમીન ખરીદી છે. આ ડીલને લઈને તપાસ ચલાવવામાં આવી રહી છે અને અલીબાગના તાલુકા વિકાસ અધિકારી પાસેથી એક નિષ્‍પક્ષ રિપોર્ટ માગવામાં આવ્‍યો છે. રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સંદેશ શિર્કેએ આદેશ આપ્‍યો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, સુહાનાએ ત્રણ બહેનો પાસેથી આ જમીન લીધી હતી. કહેવાયું હતું કે, તેમને મા-બાપ પાસેથી આ જમીન વારસામાં મળી હતી, તો વળી તેમણે જમીન ખરીદતી વખતે ૭૭.૪૬ લાખની સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી પણ ભરી છે. આ મામલે રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સંદેશે આદેશ આપ્‍યો છે. સાથે જ સુહાના ખાને જે કરોડોની ડીલ કરી છે. તેનો ટૂંક સમયમાં રિપોર્ટ સામે આવી જશે. હકીકતમાં જમીન ખરીદતી વખતે રજિસ્‍ટર્ડ ડોક્‍યુમેન્‍ટ બનાવવામાં આવ્‍યા, તેમાં સુહાના ખાનને ખેડૂત બતાવવામાં આવી હતી.      

સંબંધિત સમાચાર