રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા10 ઑક્ટોબર, 2025| Super Admin

સાબરકાંઠા-અરવલ્લીમાંથી સાત ખાદ્યચીજોના સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો

સાબરકાંઠા-અરવલ્લીમાંથી સાત ખાદ્યચીજોના સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા માર્ચ, મે અને જુલાઈ માસ દરમિયાન લેવાયેલ સેમ્પલ પૈકી 7 સેમ્પલનો રિપોર્ટ ભેળસેળ હોવા અંગેનો આવ્યો છે. જેમાં મેસુ કાઉ ઘીના તમામ નમૂનામાં આયોડિનની માત્રા વધુ આવવા સહિત ધાણાજીરું અને મરચાના સેમ્પલમાં પેસ્ટીસાઈડ હોવાનું બહાર આવ્યું છે. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ વિગત આપતાં જણાવ્યું કે બાયડના દહેગામ રોડ પર આવેલ માધવ મસાલા નામની દુકાનમાંથી ધાણાજીરું અને ધનસુરાના અયોધ્યાનગરમાં આવેલ ઓમ ટ્રેડર્સમાંથી ચીલી પાવડરના સેમ્પલ લેવાયા હતા. જેમાં પેસ્ટીસાઈડ હોવાનું બહાર આવ્યું છે જ્યારે ભિલોડા તાલુકાના મહેમૂદ સફી અબ્દુલ રસુલ મુતવલીની દુકાનમાંથી લીધેલ મગ મોગર દાળમાં ભેજનું પ્રમાણ વધુ આવ્યું હતું. ઇડર તાલુકાના ગોરલમાં આવેલ અત્રિ આઈસ્ક્રીમમાંથી લીધેલ માવા મલાઈ કૂલ્ફીના સેમ્પલમાં મિલ્ક ફેટ ઓછા આવ્યા હતા. ભિલોડાની અસાલ જીઆઇડીસીમાં બાપા શ્રી ડેરી પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડમાંથી મેસુ કાઉ ઘીના 15 કિલો, 1 લિટર અને 500 એમએલના લીધેલ ત્રણેય સેમ્પલમાં આયોડિનની માત્રા વધુ મળી આવી હતી. 7 સેમ્પલનો ભેળસેળ વાળો રિપોર્ટ આવતાં તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.        

સંબંધિત સમાચાર