પાટણના ભૂતિયા વાસણ નજીક આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

વાહનમાં ફસાયેલા ચાલકને કેબિનના પતરા કાપી બહાર કઢાયો
પાટણ-શિહોરી હાઈવે હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક ફસાતા સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ ડમ્પરના ચાલક ઠાકોર હરેશજી ચેનાજી કેબિનના ભાગમાં ફસાતા પતરાં કાપીને સ્થાનિક લોકોએ અને વાહનચાલકોએ દોરડા વડે પતરાં ખેંચીને ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. કાંસા ગામના હરેશજી ઠાકોરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
3 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
3 દિવસ પહેલા
