રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 મે, 2026| Super Admin

મહેસાણામાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમિરેશન પ્રક્રિયા શરૂ

મહેસાણામાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમિરેશન પ્રક્રિયા શરૂ

જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનારી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ની પ્રક્રિયાને વધુ સરળ અને સચોટ બનાવવા માટે ‘સેલ્ફ એન્યુમિરેશન’ (સ્વ-ગણતરી)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિએ આજે  ઓનલાઇન પોર્ટલના માધ્યમથી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લાના નાગરિકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે. આગામી ૦૧ જૂન થી ૩૦ જૂન દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ની કામગીરી શરૂ થનાર છે, તેના પૂર્વે ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો પોતાની વિગતો જાતે જ ઓનલાઇન ભરી શકે તે માટે સેલ્ફ એન્યુમિરેશન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં આજે મારી વિગતો ઓનલાઇન સબમિટ કરી છે. આ પદ્ધતિ અત્યંત સરળ અને સુરક્ષિત છે. હું મહેસાણા જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આપ સૌ પણ https://se.census.gov.in પોર્ટલ પર જઈને આધુનિક ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સ્વ-ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બનો, જેથી ગણતરીકાર જ્યારે આપના ઘરે આવે ત્યારે આપનો અને તંત્રનો સમય બચે.”

સંબંધિત સમાચાર