રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય30 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઇન્ડોનેશિયામાં શાળાની ઇમારત ધરાશાયી, એક વિદ્યાર્થીનું મોત અને 65 અન્ય કાટમાળ નીચે ફસાયા

ઇન્ડોનેશિયામાં શાળાની ઇમારત ધરાશાયી, એક વિદ્યાર્થીનું મોત અને 65 અન્ય કાટમાળ નીચે ફસાયા

ઇન્ડોનેશિયાના સિદોઆર્જોમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી થતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે અને ઓછામાં ઓછા 65 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિવારો ચિંતિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ જાવાના સિદોઆરજો શહેરમાં આવેલી ઇસ્લામિક શાળા અલ ખોજીની ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલ ધરાશાયી થયાના અહેવાલ મળ્યા બાદ બચાવ કાર્યકરો, પોલીસ અને લશ્કરી કર્મચારીઓએ રાતભર વિદ્યાર્થીઓને બચાવવા માટે કામ કર્યું હતું. શાળાની ઇમારત જર્જરિત હાલતમાં હતી. ઘટનાના 12 કલાકથી વધુ સમય પછી, મંગળવારે પણ વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે ઓછામાં ઓછા 65 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે, જે 12 થી 17 વર્ષની ઉંમરના છે. ઘટનાના આઠ કલાકથી વધુ સમય પછી પોલીસ, લશ્કરી કર્મચારીઓ અને બચાવ કાર્યકરો આઠ ઘાયલ લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા.

સંબંધિત સમાચાર