સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની પુનઃ સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા પ્રભારી સચિવ દ્રારા હિંમતનગર ઇડરને જોડતો મહેતાપુરા હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. આ સમયે સેફટી ને લગતા વિવિધ મુદ્દાઓની વિગતવાર જાણકારી મેળવી પુલની મજબૂતાઈ અંગે ટેકનિકલ ટીમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યાર બાદ હિંમતનગર ખાતે થી પસાર થતાં નેશનલ હાઈવે સહકારી જિન સર્વિસ રોડ અને ફ્લાયઓવર નું નિરીક્ષણ કર્યું તેમજ દેરોલ વિજાપુર પુલનું નિરીક્ષણ કરી સેફ્ટી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજન ને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું

ટેગ્સ:#Sabarkantha District#government oversight#Public Safety Measures#Chief Minister Bhupendrabhai Patel#Bridge Safety#Hathmati Bridge Inspection#Himmatnagar Idar Highway#Infrastructure Inspection#Mehtapura Hathmati Bridge#Technical Team Discussion#Flyover Inspection#Derol Vijapur Bridge#Statewide Bridge Repair
સંબંધિત સમાચાર
સાબરકાંઠાએક વર્ષથી પોલીસને હાથતાળી આપતો ઠગ જેલભેગો: સાબરકાંઠા LCBએ દબોચી લીધો
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ
1 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
4 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
1 અઠવાડિયા પહેલા
