પુષ્પા-2 ગયા વર્ષે 4 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને 1400 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને ઇતિહાસ રચવામાં સફળ રહી હતી. હવે બીજી એક દક્ષિણ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે જે પુષ્પા-2 ના કમાણીના રેકોર્ડને તોડી શકે છે. આ ફિલ્મનું નામ 'કાંતારા: ચેપ્ટર 1' છે અને રિલીઝ પહેલા જ 125 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઋષભ શેટ્ટીની આ ફિલ્મે OTT અધિકારોના બદલામાં 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉપરાંત, રિલીઝ થયા પછી ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અગાઉ, આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો હતો અને સુપરહિટ રહ્યો હતો. કાંતારા: ચેપ્ટર 1" બીજી ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે તેનું સત્તાવાર ટ્રેલર 20 સપ્ટેમ્બરની આસપાસ રિલીઝ થવાની ધારણા છે.
મનોરંજન11 સપ્ટેમ્બર, 2025
ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 બીજી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

સંબંધિત સમાચાર
મનોરંજનધુરંધર 2 એ પુષ્પા 2 ને પાછળ છોડી, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી
4 કલાક પહેલા
મનોરંજનઅભિનેતાનું શૂટિંગ અકસ્માતમાં 43 વર્ષની ઉંમરે અચાનક અવસાન
8 કલાક પહેલા
મનોરંજનપ્રીતિ ઝિન્ટા ડીનો મોરિયા સાથે કોન્સર્ટમાં મસ્તી કરતી જોવા મળી
1 દિવસ પહેલા
મનોરંજનઋતિક રોશનની ગર્લફ્રેન્ડે 14 દિવસમાં 4 કિલો વજન ઘટાડ્યું
2 દિવસ પહેલા
